સમગ્ર સૌરાષ્ટ્રને પર્યટન વિકાસનું હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: CM વિજય રૂપાણી

|

Jul 21, 2021 | 7:12 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani) જૂનાગઢની મુલાકાત દરમિયાન ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. આ સાથે જ કહ્યું કે સમગ્ર સૌરાષ્ટ્ર પર્યટન વિકાસનું હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

સમગ્ર સૌરાષ્ટ્રને પર્યટન વિકાસનું હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: CM વિજય રૂપાણી
CM Vijay Rupani

Follow us on

Jungadh: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) 2 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર પ્રવાસના પ્રથમ દિવસે જૂનાગઢની મુલાકાત લીધી હતી. જુનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhaktakavi Narasinha Mehta University)ના પ્રથમ પદવીદાન (Convocation) સમારોહમાં હાજરી આપી હતી. આ બાદ ઉપરકોટ કિલ્લાની (Uparkot fort) મુલાકાત લીધી હતી.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની ઐતિહાસિક વિરાસત એવા પૌરાણિક ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 45.91 કરોડના ખર્ચે ચાલી રહેલા ઉપરકોટમાં મુખ્ય પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણકમહેલ, અડી કડી વાવ, અનાજ કોઠા, બારૂદ ખાના, સાયકલ ટ્રેક તેમજ 2.5 કી.મી કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી. આ સાથે જ સ્મારકોની તમામ બાબતોની માહિતી મળી રહે તે માટેની વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

 

મુખ્યમંત્રીની સાથે પ્રવાસન મંત્રી અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટ પૂર્ણ થયે રાજ્ય સરકારના પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વિકાસ લક્ષી નીતિના પગલે પ્રવાસીઓને મુલાકાતીઓને જે વિશેષ સુવિધા મળવાની છે, તે અંગે પરામર્શ કરી વિશેષ વિગતો આપી હતી.

 

નોંધનીય છે કે ઉપરકોટમાં એવા કેટલાક અવશેષો અને સ્મારકો જે અત્યાર સુધી વર્ષોથી માટી ભરાઈ જવાના કારણે લોકોને જોવા મળતા ના હતા. પરંતુ હવે રાજ્ય સરકારની કામગીરીને કારણે લોકોને અને સંશોધનકારીઓને જોવા મળશે.

 

આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થ સ્થળોનું ધામ પૈકી એક છે. રાજ્ય સરકાર દ્વારા ગીરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ મકબરા અને ઉપરકોટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટુરીઝમ વિકાસ અને સર્કિટને જોડીને વિકાસ લક્ષી કામગીરી થાય અને પર્યટકો માટે સુવિધા વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે પ્રમાણે પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું આવા પ્રવાસન સ્થળોએ લોકોની જરૂરિયાત મુજબની જરૂરી સુવિધા મળશે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.

 

આ પણ વાંચો: Valsad: વરસાદને પગલે ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠયા

 

આ પણ વાંચો: Gujarat Top News: કોરોનાની ત્રીજી લહેર પહેલાની તૈયારી કે પછી વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

Next Article