Junagadh: ડ્રગ્સના કાળા કારોબારમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 17 આરોપીઓ અને 2.14 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

|

Oct 31, 2022 | 12:35 PM

વર્ષ 2022 દરમ્યાન જૂનાગઢ જિલ્લા અને એસ.ઓ.જી પોલીસે મળીને કુલ રૂ.2.14 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે, અને કુલ સત્તર જેટલા આરોપીને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે ડ્રગ્ઝ મામલે પોલીસ ઘણી જ સતર્ક છે અને મોટા શહેરોમાં કરોડોનો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે.

Junagadh: ડ્રગ્સના કાળા કારોબારમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 17 આરોપીઓ અને 2.14 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
Gujarat ATS Operation
Image Credit source: પ્રતિકાત્મક તસવીર

Follow us on

ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર હવે અમદાવાદ, વડોદરા કે રાજકોટ જેવા મેટ્રો સિટીમાં જ નહીં, પરંતુ હવે નાના શહેરોમાં પણ ફેલાઈ રહ્યો છે જૂનાગઢમાં સામે આવેલા આંકડા જોઇએ તો  2022માં ચરસ, ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્ઝ સહિત 2 કરોડનો જથ્થો  જૂનાગઢમાંથી જપ્ત કરવામાં આવ્યો છે.  રાજ્યના મોટા  શહેરોમાં  પોલીસનો સકંજો વધતાં હવે ડ્રગ્સ માફિયાઓએ તેમની નજર જૂનાગઢ જેવા નાના શહેરો તરફ દોડાવી છે. ત્યારે આવા નાના શહેરોએ પણ સાવચેત થવાનો સમય આવી ગયો છે.

ભેસાણના સુખપુર ગામનો વતની કલ્પેશ ખોજજી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને જતો હતો ત્યારે પોલીસે બાતમીને આધારે ત્રણ લાખની કિંમતના ડ્રગ્સ સાથે તેને દબોચી લીધો હતો. પોલીસે કોર્ટ પાસેથી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં મુંબઈના સત્યેન્દ્ર નામના શખ્સે આરોપી કલ્પેશ ખોજજીને એમ.ડી ડ્રગ્સ પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે મુંબઈના આરોપીને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વનું છે કે, વર્ષ 2022 દરમ્યાન જૂનાગઢ જિલ્લા અને એસ.ઓ.જી પોલીસે મળીને કુલ રૂ.2.14 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે, અને કુલ સત્તર જેટલા આરોપીને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે ડ્રગ્ઝ મામલે પોલીસ ઘણી જ સતર્ક છે અને મોટા શહેરોમાં કરોડોનો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. જોકે હવે ડ્રગ્સના કારોબારીઓએ નશીલા પદાર્થો ઘૂસાડવા માટે નવો રસ્તો શોધ્યો છે…હવે તેઓ મોટા શહેરોની સાથે નાના શહેરના યુવાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જોકે તેમ છતાં પોલીસ તેમના ઈરાદાઓને પાર પાડવાનો મોકો નથી આપતી…અને કદાચ એટલે જ જૂનાગઢ જેવા શહેરમાંથી પણ પોલીસે વર્ષ દરમ્યાન કરોડોનો નશીલો પદાર્થ કબજે કરીને 12 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તાજતેરમાં જ અમિત શાહે  ગાંધીનગર ખાતે  27 ઓકટોબરના રોજ મળેવી ‘ડ્રગ્સ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પશ્ચિમ પ્રાદેશિક બેઠકમાં જણાવ્યું  હતું કે   સિનિયર અધિકારી સીધી નજર નહીં રાખે તો સફળતા નહિ મળે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે  સામે કડક પગલા લેવા તંત્રને તાકીદ કરી છે. તો કોઈ એક શખ્સને પકડીને પોલીસ અધિકારીઓ સંતોષ ન માને અને મૂળ નેટવર્કને પકડે તે માટે ટકોર કરી હતી.  અમિત શાહે ડ્રગ્સ મુદ્દે કહ્યુ કે, “ડ્રગ્સ ઉઘઈની જેમ આપણા દેશની યુવા પેઢીને ખતમ કરી રહ્યો છે, નાર્કોટિક્સના વ્યાપારથી આતંકીઓને પોષણ મળી રહ્યું છે. એવામાં ડ્રગ્સની (Drugs) જાળથી દેશને બચાવવાની જવાબદારી સૌની બને છે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ વિજયસિંહ પરમાર, ટીવી9 જૂનાગઢ

Next Article