AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: વાદળથી વાતું કરે ઊંચો ગઢ ગિરનાર, ગિરનાર પર મેઘાડંબર અને હરિયાળી જોઇને પ્રવાસીઓ ખુશખુશાલ

વરસાદને (Rain)કારણે ગિરનાર(Girnar) ઉપર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને જાણે પ્રકૃતિએ લીલી ઓઢણી ઓઢી હોય તેમ જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદને કારણે હરિયાળી છવાઈ ગઈ છે

Junagadh: વાદળથી વાતું કરે ઊંચો ગઢ ગિરનાર, ગિરનાર પર મેઘાડંબર અને હરિયાળી જોઇને પ્રવાસીઓ ખુશખુશાલ
Beautiful view of Girnar in monsoon
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 11:50 AM
Share

અષાઢી બીજનું ટાણું સાચવતા જૂનાગઢ (Junagadh)જિલ્લામાં મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. છેલ્લા થોડા સમયથી થઈ રહેલા વરસાદને (Rain)કારણે ગિરનાર(Girnar) ઉપર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને જાણે પ્રકૃતિએ લીલી ઓઢણી ઓઢી હોય તેમ જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદને કારણે હરિયાળી છવાઈ ગઈ છે તેના લીધે તળેટી વિસ્તાર તેમજ ગિરનાર પર્વત ઉપર અપ્રતિમ સૌંદર્ય ખીલી ઉઠયું છે. અહીં છવાયેલી હરિયાળી જોઈને મનોમસ્તિષ્કને શાતા પહોંચે છે.

The incomparable beauty of Girnar covered with Dence clouds

The incomparable beauty of Girnar covered with Dence clouds

ગિરનાર પર અવરજવર કરતા પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા. જોકે વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં અષાઢી બીજના વરસાદનું આગવું મહત્વ હોય છે ત્યારે જૂનાગઢમાં થયેલા વરસાદથી લોકો વધારે ખુશ થઈ ગયા હતા અને વરસાદી વાતાવરણમાં અષાઢી બીજના પર્વનો આનંદ માણ્યો હતો.  જૂનાગઢ નજીક આવેલા ગીર જંગલ પાસે આવેલી મછુન્દ્રી નદીમાં નવા પાણીની આવક થતા  દ્રોણેશ્વર ડેમનો બંધારો પ્રથમ  વાર  છલકાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના  કેશોદ, માંગરોળ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિતના તાલુકામાં સરેરાશ અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો

જૂનાગઢમાં ગિરનારનું સૌંદર્ય એવું ખીલે છે જે દૂરથી પણ દેખાય છે અને ખાસ આ જ નજારો જોવા માટે કેટલાક પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ  ગિરનાર પરથી વહેતા પાણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગિરનારની  વિવિધ કંદરાઓમાંથી વહેતા પાણીને લીધે શિવજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય તેવો નજારો સર્જાયો હતો.  જૂનાગઢમાં વરસાદ થતા  હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ આ કુદરતી દ્રશ્યોને માણવા માટે જૂનાગઢની મુલાકાત લેતા હોય  છે.

છેલ્લા ઘણા સમયથી  સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે જેના પગલે  ગિરનાર પર્વત ઉપર લીલોતરીને પગલે હરિયાળું  વાતાવરણ સર્જાઈ ગયું છે અને તળેટી વિસ્તારમાં આવેલા દામોદર કુંડ, મુચકંદ ગુફા પાસે આવેલા કુંડમાં પણ ડુંગર ઉપરથી નવું પાણી આવી રહ્યું છે.  આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તેમજ જૂનાગઢમાં આવેલા પ્રવાસીઓ મનભરીને આ દ્રશ્યો માણી રહ્યા છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ પણ માણતા હોય છે.

Follow Us
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">