આજે ભારેથી અતિ ભારે તો ક્યાંક પડશે અત્યંત ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી- Video

|

Jul 16, 2024 | 2:34 PM

રાજ્યમાં આગામી પાંચ દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આજે ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. હજુ પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજના હવામાનની વાત કરીએ તો આજે ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

આ તરફ સૌરાષ્ટ્રમાં જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ અલર્ટ અપાયુ છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમા યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આવતીકાલે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ અપાયુ છે, જયારે બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ગુજરાત પર વરસાદની એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેમા શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને, વેસટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ સપ્તાહ દરમિયાન રાજ્યના દરેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડવાનુ અનુમાન છે.

Input Credit- Ronak Varma- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:33 pm, Tue, 16 July 24

Next Video