હરિહરાનંદ બાપુએ જૂનાગઢ પહોંચતાં જ નવો આક્ષેપ કર્યો, સરખેજ આશ્રમની ખોટી વસિયત પાછળ સ્ત્રી પાત્ર પણ સંડોવાયેલું છે

ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વીલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

હરિહરાનંદ બાપુએ જૂનાગઢ પહોંચતાં જ નવો આક્ષેપ કર્યો, સરખેજ આશ્રમની ખોટી વસિયત પાછળ સ્ત્રી પાત્ર પણ સંડોવાયેલું છે
Hariharanand Bharti Bapu (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 11:30 AM

છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ (Hariharanand Bapu) જૂનાગઢ (Junagadh) પહોંચ્યા છે. જૂનાગઢ આશ્રમ પહોંચ્યા બાદ હરિહરાનંદ બાપુએ ઋષિભારતી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું, સરખેજ ભારતીની સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને સરખેજ આશ્રમ (Sarkhej Ashram) નું ઋષિભારતીએ ખોટુ વિલ બનાવ્યું છે. આશ્રમની ખોટી વસિયત પાછળ સ્ત્રી પણ સંડોવાયેલી હોવાનો ગંભીર આક્ષેપ બાપુએ કર્યો છે. હરિહરાનંદ બાપુએ એમપણ કહ્યું, બોગસ વિલમાં શાંતિપુરા સનાથલમાં 85 વિઘા જમીનનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર વિવાદથી વ્યથિત બાપુએ ગાદી, સંપત્તિ છોડવાનો નિર્ણય કર્યો હતો.

બીજી તરફ હરિહરાનંદ બાપુએ કહ્યું, આગામી સમયમાં ટ્રસ્ટીમંડળની બેઠક મળશે. જેમાં ભારતી આશ્રમના તમામ ટ્રસ્ટીઓ હાજર રહેશે. ઉપરાંત સમગ્ર વિવાદને લઈને કોર્ટમાં જવાની પણ વાત કરી હતી. મહત્વનું છે કે, ભારતી આશ્રમનું મુખ્ય મથક જૂનાગઢની ગિરનારની તળેટી ભવનાથમાં આવેલું છે. ઉપરાંત પાંચ અન્ય સ્થળો પર ભારતી આશ્રમ આવેલા છે. જેમાં અમદાવાદમાં સરખેજમાં અને એક કેવડિયામાં મળીને કુલ 3 આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વીલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ પહોંચ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયા બાદ તેવો નાસિકથી મળી આવ્યા હતા. વડોદરાથી જૂનાગઢ ભારતી આશ્રમ પહોંચ્યા હતા. સરખેજના ભારતી આશ્રમના વિવાદને લઇને હરીહરાનંદ બાપુ નાસિક ચાલ્યા ગયા હતા તેવો ખુલાસો થયો હતો. આ ઉપરાંત હું વાદ-વિવાદથી દૂર ત્રમ્બકેશ્વરમાં ઝૂંપડુ બાંધીને ધાર્મિક માહોલમાં રહેવા ઇચ્છતો હતો. આ મોટો ખુલાસો કર્યો છે નાસિકથી મળી આવેલા ગુમ હરીહરાનંદ બાપુએ. બાપુએ વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરેલા ખુલાસા પર નજર કરીએ તો આશ્રમ ત્યજીને બાપુ ત્રમ્બકેશ્વરમાં સ્થાયી થવા ઇચ્છતા હતા.અને ત્રમ્બકેશ્વરમાં જ ઝૂંપડુ બાંધીને રહેવાનો નિર્ણય કર્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વિવાદથી વ્યથિત બાપુએ ગાદી, સંપત્તિ છોડવાનો નિર્ણય કર્યો હતો. 30મી એપ્રિલે બાપુ કપુરાઇ ચોકડીથી ટેમ્પોમાં બેસી ત્રમ્બકેશ્વર જવા નિકળ્યા હતા અને મનોર નજીક ફૂટપાથ પર રાતવાસો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વડોદરાથી 300 કિમી દૂર નાસિક નજીકથી મળેલા બાપુએ સરખેજ આશ્રમની સંપત્તિ માટે દબાણ કરાતુ હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">