Gujarat weather: રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે, આ શહેરોમાં રાત્રે ઠંડીનો પારો જશે નીચો

|

Jan 02, 2023 | 10:48 PM

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 14 અનુભવાશે.

Gujarat weather: રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે, આ શહેરોમાં રાત્રે ઠંડીનો પારો જશે નીચો
રાજ્યમાં ઠંડીમાં થશે ઘટાડો

Follow us on

નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે. તેમજ રાત્રે કેટલાક શહેરોમાં ઠંડીનો પારો નીચો જવાની વકી છે. રાજ્યમાં નવા વર્ષના આરંભે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાત્રિના તાપમાનનો પારો નીચો જશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે નવા વર્ષની સાથે જ દિલ્લી અને ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યુ છે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ઉત્તર ભારતમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટયુ છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી બરફ વર્ષાને કારણે દિલ્હી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મુંબઈમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 14 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દાહોદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે.

Next Article