AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં 335 જેટલા બેંક એકાઉન્ટના તોડકાંડમાં ફરાર ASI દીપક જાનીની કરાઈ અટકાયત, ATS એ શરૂ કરી પૂછપરછ

જુનાગઢ એસઓજી પોલીસ તોડકાંડમાં ફ્રીઝ થયેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા બાબતે પોલીસ દ્વારા આચરવામાં આવેલા તોડકાંડમાં ફરાર ASI દીપક જાનીની ગુજરાત એટીએસએ અટકાયત કરી છે. એટીએસના અધિકારીઓ દ્વારા દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે જે નોટિસ આપવામાં આવી હતી તે અંગે તપાસ થઈ રહી છે. ફરિયાદી કાર્તિક ભંડેરીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2024 | 11:10 PM
Share

જુનાગઢ તોડકાંડમાં ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદી દીપક ભંડેરીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. આ તોડકાંડમાં હાલ ASI દીપક જાનીની અટકાયત કરાઈ છે જો કે CPI તરલ ભટ્ટ અને SOGના પોલીસ એ.એમ. ગોહિલ હજુ ફરાર છે. ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા હાલ ASI દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમા એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદી કાર્તિક ભંડારીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઈ ગેમિંગના નામે મોટા આર્થિક વ્યવહાર કરાયાનો હવાલો આપી બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવાના નામે લાખો રૂપિયાના તોડકાંડની તપાસનો ધમધમાટ એટીએસ દ્વારા શરૂ થયો છે. જેમા જુનાગઢના માણાવદરના CPI તરલ ભટ્ટની માણાવદરની ઓફિસ અને જુનાગઢ તેમજ અમદાવાદ ખાતેના મકાન પર તપાસ કરાઈ હતી. આ સમગ્ર વકેસમાં SOG ઓફિસના સીસીટીવી પણ એકત્ર કરવામાં આવ્યા છે. જે મહત્વના સાબિત થઈ શકે છે. જેમા તરલ ભટ્ટ સર્કલ CPI હોવા છતા SOGની ઓફિસમાં અનેકવાર ગયા હોવાની જાણકારી પણ સામે આવી છે.

આપને જણાવી દઈએ કે જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર (CPI) તરલ ભટ્ટ, SOGના પોલીસ એ.એમ ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ આચરેલા ગુજરાત પોલીસના સૌથી મોટા તોડકાંડને લઈને ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે કૌભાંડ સામે આવ્યા બાદથી ત્રણેય આરોપીઓ ફરાર હતા જેમા હવે ASI દીપક જાનીની અટકાયત કરાઈ છે.. જ્યારે અન્ય બે ને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. એકસાથે 335 જેટલા અનફ્રિઝ બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે.

માણાવદરના CPI તરલ ભટ્ટ ન માત્ર જુનાગઢના તોડકાંડમાં સામેલ છે પરંતુ અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડ પછીના ખંડણીકાંડમાં પણ તેમની સંડોવણી હોવાની ચર્ચા છે. જુનાગઢ SOG PIને 335 બેંક એકાઉન્ટની વિગતો આપી તમામ ખાતાધારકોને નોટિસ આપી બોલાવવાનો કારસો તરલ ભટ્ટે ઘડ્યો હતો.

આ પણ વાંચો: જુનાગઢ તોડકાંડમાં ATSની તપાસ તેજ, ભોગ બનનારના અનફ્રીઝ એકાઉન્ટની વિગતો બેંક પાસે મંગાવાઇ, અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ

કોઈ જ પોલીસ ફરિયાદ વગર કેરળના કાર્તિક ભંડારી નામના વ્યક્તિ પાસેથી 20 લાખની માગણી કરવામાં આવતા તેની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી. તે સાથે જ તરલ ભટ્ટનો ભાંડો ફુટ્યો હતો. તરલ ભટ્ટે ન માત્ર જુનાગઢમાં કાર્તિક ભંડેરી પાસે 20 લાખ માગ્યા હતા એ પહેલા પણ તેમણે પીઆઈ તરલ ભટ્ટે અમદાવાદમાં પણ બે વ્યક્તિ પાસેથી 20-20 લાખ પડાવ્યા હતા. જેમા ફરિયાદ થયા બાદ તરલ ભટ્ટની જુનાગઢ બદલી કરી ડીજીપીના તાબામાં આવતી સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ કરવા આદેશ અપાયા હતા.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">