Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢ તોડકાંડમાં ATSની તપાસ તેજ, ભોગ બનનારના અનફ્રીઝ એકાઉન્ટની વિગતો બેંક પાસે મંગાવાઇ, અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ

જુનાગઢ તોડકાંડમાં ATSની તપાસ તેજ, ભોગ બનનારના અનફ્રીઝ એકાઉન્ટની વિગતો બેંક પાસે મંગાવાઇ, અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરાઇ તપાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2024 | 4:16 PM

જુનાગઢ તોડકાંડમાં ATSએ તપાસ તેજ કરી છે અને તોડકાંડના મુખ્ય ફરિયાદી કાર્તિક ભંડારીનું નિવેદન લીધુ છે. પૈસાની માગણી કરી હોવાની વાત પણ સ્વીકારી છે. ભોગ બનનારના અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માગવામાં આવી છે. ATS દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

જુનાગઢ તોડકાંડમાં ગુજરાત ATSએ તપાસ તેજ કરી છે. ATSએ ભોગ બનનાર કાર્તિક ભંડારીનું નિવેદન લીધુ છે. જેમાં તેમણે પૈસાની માગણી કરાઈ હોવાની વાત સ્વીકારી છે. ભોગ બનનાર કાર્તિક ભંડારીના અનફ્રીઝ બેંક એકાઉન્ટની બેંક પાસે માહિતી માગવામાં આવી છે.

અત્યાર સુધીમાં કેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાયા તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. તેમજ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પાછળના કારણની વિગત પણ બેંક પાસે મગાવાઈ છે. આ તોડકાંડમાં બેંકના અધિકારીઓની સંડોવણીની પણ આશંકા સેવાઈ રહી છે ત્યારે ડીઆઈજી દીપેન ભદ્રનના સુપરવિઝનમાં સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.

જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર (CPI) તરલ ભટ્ટ, SOGના પોલીસ એ.એમ ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ આચરેલા ગુજરાત પોલીસના સૌથી મોટા તોડકાંડને લઈને ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે હાલ તમામ આરોપીઓ ફરાર હોવાથી તેમને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. એકસાથે 335 જેટલા બેંક એકાઉન્ટની તપાસ માટે શરૂ કરી છે જેમા બેંકના અધિકારીઓની પણ સંડોવણીની આશંકા છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: માંડવી ચેકપોસ્ટ પર પોલીસ તોડકાંડ મુદ્દે કોંગ્રેસના પૂંજા વંશે કાયદો વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ, કહ્યુ પોલીસે માત્ર વચેટિયાની કરી ધરપકડ

આ તરફ તોડકાંડના માસ્ટર માઈન્ડ CPI તરલ ભટ્ટ વિદેશ ફરાર થઈ ગયા હોવાની પણ આશંકા છે. સૂત્રોના દાવા મુજબ માધુપુરાના સટ્ટાકાંડ સમયે દુબઈમાં અનેક બુકીઓના સીધા સંપર્કમાં હતા. તેની મદદથી તરલ ભટ્ટ દુબઈ ફરાર થઈ ગયા હોવાની શક્યતા છે. જો કે પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 30, 2024 12:02 AM
g clip-path="url(#clip0_868_265)">