અધુરા વિકાસના Tv9 ના અભિયાનમાં આજે વાત કરીશું જુનાગઢના માંગરોળની. જુનાગઢના માંગરોળમાં બોટમાલિકો અને માછીમારો માટે સૌથી જરૂરી એવી જેટીનું કામ છેલ્લા 6થી સાત વર્ષથી અધુરુ છે. ત્યાના સ્થાનિકો સહિત આગેવાનો રજૂઆતો કરી કરીને થાકી ગયા પરતું આ તંત્ર છે જ એવુ કે તેના પેટનું પાણી હલતું નથી. તંત્રને અનેકવાર ડિઝાઈનથી લઈ તમામ બાબતે સૂચનો સ્થાનિકોએ આપ્યા પરતું તેઓનું કોઈ સાંભળવા જ તૈયાર નથી.
માંગરોળનો જેટી વિવાદ ત્યારથી ચાલતો આવ્યો છે. જ્યારે તેની ડિઝાઈન ત્યાના સ્થાનિકો, માછીમારો અને બોટમાલિકો સમક્ષ મુકવામાં આવી. 2017થી શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી ડિઝાઈનને લઈ વિવાદોમાં રહ્યો છે.
જુનાગઢ અને ખાસ કરીને માંગરોળના બોટ માલિકોનો દાવો છે કે જેટીની ડિઝાઈન જ ખોટી છે તો તેને સંપૂર્ણ બનાવવામાં આવશે તો પણ તે દરિયાના રક્ષસી મોજાના કારણે ટકી નહીં શકે. આપ જેટીની અધુરી કામગીરી પણ જોઈ શકો છો. લગભગ આ કામને શરૂ થયાના 6 વર્ષથી વધુ સમય વિતી ગયો તેમ છતાં કામગીરી તો પૂર્ણ નથી જ થઈ પરતું. જેટલી કામગીરી થઈ એ પણ સતત દરિયાના મોજાથી બિલકુલ તૂટી ગઈ છે. હજુ પણ તંત્ર અધૂરું કામ પૂર્ણ કરવા મહેનત કરી રહ્યું છે પણ આ જેટીનું કામ પૂર્ણ થશે તો પણ નહીં ટકી શકે તેવો માછીમાર સમાજના પૂર્વ પ્રમુખનો દાવો છે.
જો કે આ તમામ વચ્ચે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ TV9 સમક્ષ સ્વીકાર કર્યો કે જેટીનું કામ પણ અધુરુ છે અને ડિઝાઈન પણ ખોટી છે. ત્યારે કહી શકાય તે અહીં વહીવટી તંત્રથી લઈ ધારાસભ્ય અને જેટીને બનાવવાની કામગીરી કરનાર વચ્ચે સંકલનના અભાવ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો