JUNAGADH : અતિશય વરસાદમાં પાક સુકાયો, ખેડૂતોને આર્થિક નુકસાનની ચિંતા

|

Oct 02, 2021 | 2:43 PM

નોંધનીય છેકે ભાદરવા મહિનાની શરૂઆતથી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહ્યાં હતા. જેને કારણે મોટાભાગનો પાક બળી ગયો છે. જેને લઇને ખેડૂતો હવે ચિંતામાં ગરકાવ થયા છે.

JUNAGADH : અતિશય વરસાદમાં પાક સુકાયો, ખેડૂતોને આર્થિક નુકસાનની ચિંતા
JUNAGADH: Excessive rains dried up crops, causing economic losses to farmers

Follow us on

જુનાગઢ જિલ્લાભરમાં સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેને લઈ ઘેડ પંથકના ગામો અને જિલ્લામાં અસર જોવા મળી રહી છે. ખેડૂતોના પાક નિષ્ફળ થયા છે. ક્યાંક ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યાં છે. કપાસ સોયાબીન મગફળી જેવા પાકના પીળા પડી પાંદડા જમીનદોસ્ત થયા છે. ત્યારે ખેડૂતો હવે વરસાદને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યાં છે.

વંથલી ગામના ખેડૂતએ પોતાના સોયાબીન અને કપાસના પાકની વ્યથા વર્ણવી અને વરસાદને ખમૈયા કરવાની પ્રાર્થના કરી બીજી તરફ સતત ત્રીજા વર્ષે પણ ખેડૂતોને ખરીફ પાક નિષ્ફળ ગયા છે. જેવા કે સોયાબીન કપાસમાં કાઈ લેવાનું રહયું નથી. સો ટકા વરસાદ પડતાં ખેડૂતોના પાક પર ખૂબ અસર પડી છે.કપાસમાં વિધે 5 મણ નો ઉતારો આવશે અને સોયાબીન જ્યારે વિધે 5 મણ થાય તેવી શકયતા છે. ખાતર બિયારણ અને મજૂરીનો ખર્ચ નીકળતા ખેડૂતને કાઈ વધશે નહીં.

કપાસના પાક અને સોયાબીન પાકમાં સુકારો આવ્યો છે. વધુ વરસાદને લઈને ઉભા પાક સુકાયા છે. હવે ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. સરકાર કાંઈક સહાય કરે તો ખેડૂતોને પોતાના પાકનો ખર્ચ મળી રહે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વધુ વરસાદ પડતાં ખરીફ પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. જેમાં સોયાબીન પાક બિલકુલ પીળા પાંદડા થયા છે. અને ફાલ હોય છે જે સિંગમાં દાણો નથી બન્યો અને સીંગો પણ સુકાય રહી છે. અને મગફળીમાં ખૂબ મોટું નુકસાન છે. અને કપાસના પાક સદંતર નિષ્ફળ ગયા છે. અને કુદરતી આફત ખેડૂતો પર આવી છે. ત્યારે ખેડૂત બિલકુલ પાયમાલ થયો છે. તમામ ખેડૂતોની નજર સરકાર પર છે ખેડૂતો ને કેટલી સહાય આપવામાં આવશે તેના પર ખેડૂત મીટ માંડીને રાહ જોઈ રહ્યો છે.

નોંધનીય છેકે ભાદરવા મહિનાની શરૂઆતથી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહ્યાં હતા. જેને કારણે મોટાભાગનો પાક બળી ગયો છે. જેને લઇને ખેડૂતો હવે ચિંતામાં ગરકાવ થયા છે. અને, ચોમાસાની સિઝન માથે પડી છે.

આ પણ વાંચો : રાજયમાં 2 વર્ષમાં 26 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં સાયબર સેલને મળી સફળતા, દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરાશે : DGP

Next Article