VIDEO: જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ, કોંગ્રેસ અને ભાજપ ખરાખરીનો જંગ

|

Jul 21, 2019 | 9:06 AM

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ભાજપના નેતા ગીરીશ કોટેચા વહેલી સવારે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે ચૂંટણીમાં જીત મેળવવા ભગવાનને શિશ નમાવ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસનું અસ્તિત્વ પોતાના જૂથવાદના કારણે જોખમમાં મુકાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પણ વાંચોઃ VIDEO: […]

VIDEO: જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ, કોંગ્રેસ અને ભાજપ ખરાખરીનો જંગ

Follow us on

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ભાજપના નેતા ગીરીશ કોટેચા વહેલી સવારે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે ચૂંટણીમાં જીત મેળવવા ભગવાનને શિશ નમાવ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસનું અસ્તિત્વ પોતાના જૂથવાદના કારણે જોખમમાં મુકાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને મોતની ધમકી, ગણતરીની કલાકોમાં આ મહિલાની ધરપકડ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જૂનાગઢમાં વોર્ડ અને બેઠકોની વાત કરવામાં આવે તો 2019માં નવા સિમાંકન મુજબ જૂનાગઢમાં કુલ 15 વોર્ડ અને 60 બેઠકો છે. આ 60 બેઠકમાંથી જૂનાગઢની એક બેઠક પર કોઇએ ઉમેદવારી નોંધાવી જ નથી જ્યારે વોર્ડ નંબર 3માં 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ આજે જૂનાગઢની 56 બેઠક માટે મતદાન થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જૂનાગઢમાં કુલ 2 લાખ 22 હજાર 429 મતદાતાઓ છે જેમાં 1 લાખ 14 હજાર 565 પુરુષ મતદાતા અને 1 લાખ 7 હજાર 864 મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં 95 સંવેદનશીલ, જ્યારે 43 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે..જેને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જૂનાગઢનો જંગ જીતવા બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ઓછા મતદાનનો ભય સતાવી રહ્યો છે, જેથી મનપા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ભાજપે અલગથી રણનીતિ ઘડી છે. 2014માં જૂનાગઢ મનપા પર ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે ભાજપ 2019ના જંગમાં 65 થી 70 ટકા મતદાન થાય તેવા પ્રયાસો કરશે. જો કે હાલ તો કોંગ્રેસ પણ મતદારોને બૂથ સુધી લાવવાના પ્રયાસોમાં જોતરાયુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચૂંટણીને અસર કરતા પરિબળ એવા જાતિગત સમીકરણોની વાત કરીએ તો જૂનાગઢમાં કડવા અને લેઉઆ પટલે મળીને કુલ 65 હજાર પાટીદાર મતદારો છે, 45 હજાર મતદારો મુસ્લિમ છે, 32 હજાર આસપાસ બ્રાહ્મણોનું પ્રભુત્વ છે જ્યારે આહિર અને દલિતની વસતી 12 હજારની આસપાસ છે. ત્યારે જૂનાગઢની જનતા કોને સત્તા પર બેસાડે છે તે જોવુ રસપ્રદ રહેશે.

Next Article