વર્ષમાં માત્ર બે વખત જ નહીં, ગુજરાતના આ રાષ્ટ્રપ્રેમી ગામમાં દરરોજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

આશરે 6 હજારની વસ્તી ધરાવતુ આ રાષ્ટ્રપ્રેમી ફલ્લા ગામમાં (Falla Village) ગ્રામ પંચાયતના મેદાનમાં દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

વર્ષમાં માત્ર બે વખત જ નહીં, ગુજરાતના આ રાષ્ટ્રપ્રેમી ગામમાં દરરોજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ
Falla Village
Divyesh Vayeda

| Edited By: Mamta Gadhvi

Aug 16, 2022 | 11:02 AM

Jamnagar : રાષ્ટ્રીય પર્વ 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે તો દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમ થતા હોય છે, પરંતુ ત્યાર બાદ ભાગ્યે જ કોઈ એવુ સ્થળ હશે,જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં (Flag hosting) આવતો હોય છે.આવુ જ જામનગરનુ એક રાષ્ટ્રપ્રેમી ગામ જયાં દૈનિક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.જામનગર નજીક આવેલુ ફલ્લા ગામ, જે અનેક વિશેષતાઓના કારણે જાણીતુ છે. આશરે 6 હજારની વસ્તી ધરાવતુ આ રાષ્ટ્રપ્રેમી ફલ્લા ગામમાં (Falla Village) ગ્રામ પંચાયતના મેદાનમાં દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. એટલું જ નહીં ગ્રામજનો, પંચાયતના કર્માચારી, રાષ્ટ્રપ્રેમી યુવાનો અને શાળાના બાળકો આ ધ્વજવંદન કાર્યક્રમમાં દરરોજ જોડાય છે.

રાષ્ટ્રપ્રેમી ગામમાં ધ્વજવંદન કાર્યક્રમ માટે ખાસ વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે, 2020 ના ડિસેમ્બર માસથી અહી દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે. ગામના આગેવાન રાષ્ટ્રપ્રેમી અને સરપંચ લલિતા ધમસાણિયાને પતિ કમલેશ ધમસાણિયાએ ખાનગી કંપનીમાં મોટો ત્રિરંગો (Flag) લહેરાતા જોઈને આ વિચાર આવ્યો કે ગામમાં આ રીતે મોટો ત્રિરંગો હોવો જોઈએ. જે બાદ ગામમાં આશરે દોઢ લાખના ખર્ચે 9 મીટર ઉચો સ્તંભ તૈયાર કરવામાં આવ્યો. સાથે ધ્વજવંદન કરવા માટે ગીયર રાખવામાં આવ્યુ. જેનાથી નાના બાળકો પણ ત્રિરંગો લહેરાવી શકે.

ત્રિરંગાને સલામી આપ્યા બાદ જ કામની શરૂઆત

નોંધનીય છે કે, શાળા અને પંચાયતનુ સંકુલ નજીક આવેલુ હોવાથી દૈનિક સવારે શાળામાં આવતા બાળકો (Children) શાળામાં અભ્યાસ શરૂ કરતા પહેલા ધ્વજવંદન કરે છે. તો ગામના કેટલા રાષ્ટ્રપ્રેમીઓ પણ અહીં ધ્વજવંદનમાં હાજર રહીને જ પોતાના કામ-ધંધાની શરૂઆત કરે છે. જે રીતે ભકતો મંદિરમાં ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરતા હોય. તેવી રીતે જ ફલ્લા ગામના રાષ્ટ્રપ્રેમીઓ ત્રિરંગાને સલામી આપ્યા બાદ જ પોતાના કામની શરૂઆત કરે છે.

ફલ્લા ગામના પંચયાત સંકુલને CDS જનરલ બીપીન રાવતજીનુ નામ આપવામાં આવ્યુ છે. તો બલિદાન આપનાર કે દેશના વીરના નામ પરથી શેરીઓના નામ આપવામાં આવ્યા છે. ફલ્લા ગ્રામ પંચાયતની (Falla gram panchayat) કચેરી પણ કોર્પોરેટ કચેરી જેવી જ તૈયાર કરવામાં આવી છે. ગ્રામપંચાયતમાં 11 કર્મચારીઓનો પુરો સ્ટાફ ફરજ બજાવે છે. તેમજ પંચાયત સંકુલ અને ચોકમાં વાઈફાઈની સુવિધા આપવામાં આવી છે, ઉપરાંત ગામના દરેક કુંટુબને વોટસઅપ ગ્રુપમાં સમાવેશ કરેલ છે. જેનાથી ગામને લગતી વિગતો, સુચનો, માહિતી આપવામાં આવે છે. એટલે ડિજીટલ સ્માર્ટ ગામ તરીકે પણ આ ગામની ઓળખ બની છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati