AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save Soil Movement: સદગુરૂ જગ્ગી વાસુદેવજીનું જામનગર ખાતે કરાયું સ્વાગત, વિશાળ બાઇક રેલીનું પણ થયું આયોજન

Save soil અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા.

Save Soil Movement: સદગુરૂ જગ્ગી વાસુદેવજીનું જામનગર ખાતે કરાયું સ્વાગત, વિશાળ બાઇક રેલીનું પણ થયું આયોજન
Welcome of Sadguru Jaggi Vasudevji at Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 29, 2022 | 9:56 PM
Share

Save soil અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા. જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દ્વિતીય વિશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું. આ પ્રસંગે પ્રતાપવિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે આ પ્રસંગે save soil એટલે કે, ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે, તેઓનો સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના 4 અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડવાનો છે. હવે સમય છે કે, આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ.

આજે દુનિયામાં 27,000 જેટલી પ્રજાતિઓ પર જોખમ ઉભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. અને આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો અત્યારે આપણે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટયું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસે ને દિવસે ગુમાવી રહી છે. આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તી હજુ પણ વધતી જ રહેવાની છે.ત્યારે આજથી જ જાગૃત બની આપણે સૌ જમીનની જાળવણી નહીં કરીએ તો આવનારી પેઢીએ એના ગંભીર પરિણામો ભોગવવાના રહેશે.

સદગુરૂએ પહેલા પણ પર્યાવરણને લઈને સામાજીક જાગૃતિ લાવવાના કાર્યક્રમો કર્યા છે

કોઇમ્બુતર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવ પોતાની દિર્ઘદ્રષ્ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજીક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રીત કરવાનું એક ઉદાહરણ પુરૂં પાડે છે. 2017માં સદગુરૂ જગ્ગી વાસુદેવની ‘રેલી ફોર રીવર્સ’ નામના ઝુંબેશમાં 16 કરોડ લોકો જોડાયેલ હતા. આ ઝુંબેશ અંતગર્ત 1 લાખ 25 હજાર ખેડૂતોને સાથે રાખીને 242 કરોડ વૃક્ષનું આરોપણ કરવાનું ભવ્ય સંકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો.

જામનગરના જામ સાહેબનો અનોખો પ્રકૃતિપ્રેમ

નવાનગરના રાજવી નેકનામદાર જામસાહેબના પ્રકૃતિપ્રેમ વિશે આપણે સૌ જાણીએ છીએ. સર પીટરસ્કોટ નેચર્સ પાર્કમાં પશુ-પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામસાહેબની સંવેદનશીલતાનું પ્રતિક છે. બરડો જેવો ડુંગર જ્યારે જામસાહેબનું આંગણું હોય ત્યારે બરડા ડુંગર પ્રત્યેના પ્રેમ અને પ્રાકૃતિક જતન વિશે જામનગરની જનતા અચુક જાણે છે. જામસાહેબ અને સદગુરૂની પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">