ભાદરવી પૂનમ નજીક આવતા અંબાજી, પાવાગઢ અને બહુચરાજીમાં તડામાર તૈયારીઓ,જામનગરમાં બનાવાઈ ગણેશજીની 551 મીટર લાંબી પાઘડી- Video

| Edited By: | Updated on: Sep 13, 2024 | 6:59 PM

રાજ્યમાં હાલ ભાદરવી પૂનમ નજીક આવતા ધાર્મિક સ્થળો ભાવિ ભક્તોથી ઉમટી પડશે. અંબાજીમાં પણ ભાદરવી પૂનમના મેળાને ખૂલ્લો મુકવામાં આવ્યો છે. અનેક પદયાત્રિકો માટે સેવા કેમ્પ ખૂલી ગયા છે. આ તરફ પાવાગઢ અને બહુચરાજીમાં પણ ભક્તોની ભીડ જામશે. તો જામનગરમાં ગણેશજીને તિરંગાના રંગની 551 મીટર લાંબી પાઘડી પહેરાવવામાં આવી છે.

ભાદરવો મહિનો એટલે ભક્તિનો મહિનો. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ભાદરવી પૂનમ નજીક છે એટલે અંબાજી, પાવાગઢ અને બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ રહેશે. સૌ પ્રથમ આપને રાજ્યના ત્રણ દ્રશ્યો બતાવીએ. જામનગરમાં ગણેશ ઉત્સવમાં વિશ્વની સૌથી મોટી પાઘડી તૈયાર કરવામાં આવી છે. વિશ્વ રેકોર્ડ કરવા માટે વિશ્વની સૌથી મોટી 551 મીટર લાંબી પાઘડી બનાવવામાં આવી, જે ગણેશજીને પહેરાવામાં આવી છે. તો ભાદરવી પૂનમનો સૌથી મોટો સેવા કેમ્પ અંબિકા સેવા કેમ્પ ખુલ્લો મુકાયો. પદયાત્રીઓની સેવા માટે આ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્નીએ પાવાગઢ માતાજીના મંદિરે ધ્વજા ચઢાવી. અને પૂજા અર્ચના કરી તો મંદિરના પ્રાંગણમાં ગરબે પણ ઘુમ્યા હતા.

જામનગરની વાત કરીએ તો વિશ્વ રેકોર્ડ માટે 551 મીટર લાંબી પાઘડી બનાવવામાં આવી, જે ગણેશજીને પહેરાવામાં આવી, જે તિરંગાના રંગની તૈયાર કરવામાં આવી છે. જેથી કરીને લોકોમાં રાષ્ટ્ર પ્રેમે બની રહે અને સાથે સાથે ગણેશજીને અતી પ્રિય એવા અગિયાર હજાર એકસો અગિયાર મોદક ધરાવવામાં આવ્યા હતા. વિધ્નહર્તાની અલગ-અલગ પ્રકારની પ્રતિમા બનાવામાં આવતી હોય છે ત્યારે જામનગરમાં પણ શ્રીજીની અનોખી પ્રતિમા બનાવામાં આવી છે. આ પ્રતિમા અગલ-અલગ પ્રકારના ધાન્યનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. જેમાં રાગી,ચોખા,ઘઉં સહિત વિવિધ અનાજનો ઉપયોગ કારાયો છે.

મા અંબાના ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે લાખો પદયાત્રીકો પદયાત્રા કરી અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે અનેક સેવા કેમ્પો આ પદયાત્રીઓની સેવા માટે તત્પર છે. ત્યારે ભાદરવી પૂનમનો સૌથી મોટો સેવા કેમ્પ અંબિકા સેવા કેમ્પ ખુલ્લો મુક્યો હતો પદયાત્રીઓની સેવા માટે. એક હજારથી વધુ લોકો અહીં વિસામો કરે તેવી વ્યવસ્થા છે 2 હજારથી વધુ લોકો માટે અહીં જમવાની વ્યવસ્થા કરાઈ છે અને મેડિકલ સારવાર અને ચા પાણી સહિત નાસ્તાની સેવા પણ પદયાત્રીકોને મળી રહે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 13, 2024 06:59 PM