JAMNAGAR : રણમલ તળાવમાં પક્ષીદર્શન કાર્યક્રમમાં પક્ષીઓને નજીકથી જોવા પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડ્યા
જામનગરનું રણમલ તળાવ દેશ વિદેશના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળી રહેતી હોય છે.
JAMNAGAR : જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવ (Ranmal Lake) પક્ષીઓનુ પસંદગીનું સ્થળ ગણાય છે. અંહી દેશ વિદેશના અનેક પક્ષીઓ મહેમાન બને છે. પક્ષીઓને નજીક અને વધુ સંખ્યામાં નિહાળવા માટે પક્ષીપ્રેમીઓ આવતા હોય છે. આજે 3 ઓક્ટોબરે પક્ષીદર્શનના કાર્યકમમાં મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ હાજર રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા પક્ષીદર્શન કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે. રણમલ તળાવ પર પક્ષીની માહિતી મેળવવા વહેલી સવારમાં 100થી વધુ યુવા પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
જામનગરનું રણમલ તળાવ દેશ વિદેશના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક, આશરો અને સલામતી મળી રહેતી હોય છે. અહીં 130થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ જોવા મળે છે. તાજેતરમાં આવેલા વરસાદ બાદ તળાવ છલોછલ ભરાય ગયું હોવાથી પક્ષીઓ પણ વધુ સંખ્યામાં બચ્ચા સાથે જોવા મળે છે.
હાલ કોરમોરેન, કોમડક, કુટ, પરપલ હેરન, સિગલ, કેસ્ટેડ ગ્રીબ અને ટન, કિંગ ફિશર, બ્લેક આઈબીશ વિગેરે જોવા મળે છે. લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણી ના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે પક્ષી નિર્દેશન કાર્યક્રમમાં શહેરભર માંથી 100 જેટલા પક્ષીપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
પક્ષીદર્શન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા 100 થી વધુ યુવા પક્ષીપ્રેમીઓએ પક્ષીઓના ખોરાક, તેમની ટેવ અને કલર વિશે માહિતી મેળવી હતી. પક્ષીપ્રેમીઓનું સ્વાગત લાખોટા નેચર કલબના પ્રમુખ જગત રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પક્ષીઓને માહિતી જામનગરના જાણીતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા અને હિરેનભાઈ ખંભાયતા દ્વારા આપવામાં આવી હતી.
નવી પેઢીને પક્ષીઓ વિશેની જાણકારી, માહિતી મળે તે પક્ષીઓને નજીકથી નિહાણી શકે તે હેતુથી આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પક્ષીઓપ્રેમીઓ આજે નજીકથી પક્ષીઓને નિહાળી તેમજ પક્ષી વિશેની વિશેષ જાણકારી મેળવીને ખુશી વ્યકત કરી હતી.
લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા આયોજિત પક્ષીદર્શન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા 100થી વધુ યુવા પક્ષી પ્રેમીઓએ પક્ષીઓના ખોરાક તેમની ટેવ અને કલર વિશે માહિતી મેળવી હતી. આ પ્રોજેકટ ને સફળ બનાવવા કલબના પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત, સુરજ જોષી, ખજાનચી જય ભાયાણી, સહમંત્રી મયુર નાખવા, વૈભવ ચુડાસમા, શબિર વીજળીવાળા, મંયક સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, સંજય પરમાર, અરુણકુમાર રવિ, જીત સોની અને નિરવ રામ્યા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.