Jamnagar: કાલાવડમાં લમ્પી સંક્રમિત ગાયોના મૃતદેહના ઢગલા, દફનવિધિ ન થતી હોવાથી હાલાકી, ગ્રામજનોમાં રોષનો માહોલ

|

Jul 29, 2022 | 4:24 PM

જામનગરના (Jamnagar) કાલાવડમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. કાલાવડમાં લમ્પીને કારણે અનેક ગાયોના મોત નિપજ્યા છે. કાલાવડની ટોડા સોસાયટી પાસે ગાયોના મૃતદેહોના ઢગલા જોવા મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

Jamnagar:  કાલાવડમાં લમ્પી સંક્રમિત ગાયોના મૃતદેહના ઢગલા, દફનવિધિ ન થતી હોવાથી હાલાકી, ગ્રામજનોમાં રોષનો માહોલ

Follow us on

રાજ્યભરમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. લમ્પીને કારણે અનેક પશુના મોત થઇ રહ્યાં છે. પશુધન સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા પશુઓને વેક્સિન (vaccine) આપવામાં આવી રહી છે. જામનગરમાં (Jamnagar) પણ 500 જેટલા લમ્પી વાયરસના કેસ સામે આવેલા છે. જો કે જામનગરના કાલાવાડમાં લમ્પી વાયરસ થયા બાદ મૃત્યુ પામેલા પશુઓની હાલત ખૂબ જ ખરાબ બની છે. મરી ગયેલા પશુઓને કોઇ ઉઠાવવા પણ નથી આવી રહ્યુ. જેના કારણે હવે પશુઓના મૃતદેહોમાંથી દુર્ગંધ આવવા લાગી છે.

કાલાવાડમાં ગાયોના મૃતદેહોના ઢગલા, પ્રજા ત્રસ્ત

જામનગરના કાલાવડમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. કાલાવડમાં લમ્પીને કારણે અનેક ગાયોના મોત નિપજ્યા છે. કાલાવડની ટોડા સોસાયટી પાસે ગાયોના મૃતદેહોના ઢગલા જોવા મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. ગાયોના મૃતદેહોની યોગ્ય દફનવિધિ ન થતી હોવાને કારણે આસપાસના વિસ્તારના લોકો અસહ્ય દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આ મામલે નગરપાલિકાના તંત્ર અજમલ ગઢવીને રજૂઆત કરતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગાયોના મૃતદેહોના ઢગલાઓને રોગચાળો વધુ વકરે તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સવાલ એ છે કે શા માટે તંત્ર દ્વારા ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો. શું નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર રોગચાળો વધુ ફેલાય તેની રાહ જોઇ રહ્યા છે.

લમ્પી વાયરસની રસીના 50 હજાર ડોઝ તાત્કાલિક જામનગર મોકલાવાયા

મહત્વનું છે કે, જામનગરમાં લમ્પી વાયરસના ખૂબ જ કેસ નોંધાઇ રહ્યા છે.  જામનગરમાં લમ્પી વાયરસની રસીના ઓછા જથ્થાને લઈ તબીબોનો સંવાદ સામે આવતા સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે લમ્પી વાયરસની રસીને તાત્કાલિક 50 હજાર ડોઝ જામનગર મોકલાવ્યા છે. આ સાથે જ પશુઓની સારવાર માટેની બે વાન પણ ફાળવી છે. એક વાન મારફતે જામનગર શહેર અને બીજી જિલ્લામાં પશુઓની સારવાર માટે મોકલાઈ છે. જામનગર શહેરમાં 477 અને જિલ્લામાં 3141 લમ્પી વાઈરસના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ તંત્રએ અત્યાર સુધીમાં 8130 અને જીલ્લામાં 59125 પશુઓને રસી આપી છે.

Next Article