Navratri 2022 : મારૂ મન મોર બની થનગનાટ કરે…..! હાલાર પંથકમાં ખોડલધામ રાસોત્સવમાં ઉમટ્યા ખેલૈયાઓ

|

Sep 29, 2022 | 12:46 PM

ખોડલધામ (Khodaldham) દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એન્ટ્રીથી લઇને સ્ટેજ સુધીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એન્ટ્રી પોઇન્ટ પર કંતાનથી રંગબેરંગી દુપટ્ટાઓથી શણગાર કરવામાં આવ્યો છે

Navratri 2022 : મારૂ મન મોર બની થનગનાટ કરે.....! હાલાર પંથકમાં ખોડલધામ રાસોત્સવમાં ઉમટ્યા ખેલૈયાઓ
Khodaldham Navratri festival

Follow us on

નવરાત્રીના (Navratri 2022) પર્વની શરૂઆત થઇ છે. અલગ અલગ સંગઠન અને સંસ્થાઓ દ્વારા રાસ ગરબાના (Garba) આયોજનો થઇ રહ્યા છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ (Khodaldham Trust) સંસ્થા દ્વારા રાજ્યમાં અલગ અલગ 25 સ્થળોએ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એન્ટ્રીથી લઇને સ્ટેજ સુધીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, એન્ટ્રી પોઇન્ટ પર કંતાનથી રંગબેરંગી દુપટ્ટાઓથી શણગાર કરવામાં આવ્યો છે.જામનગરમાં (jamnagar) પણ જે રણજીતસાગર રોડ પર સેટેલાઈટ સોસાયટી કેશવજી અરજણ પાર્ટી પ્લોટમાં (Party plot) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 2500 થી વધુ ખેલૈયા ગરબે રમે છે તેમજ 5,000 થી વધુ લોકો આ ગરબા નિહાળવા માટે આવે છે.

એન્ટ્રીથી લઇને સ્ટેજ સુધીની ખાસ થીમ

ખોડલધામ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એન્ટ્રીથી લઇને સ્ટેજ સુધીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એન્ટ્રી પોઇન્ટ પર કંતાનથી રંગબેરંગી દુપટ્ટાઓથી શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેજ પર વિશેષ સુશોભન કરાયું છે. આમંત્રિત મહેમાનો માટે સ્ટેજની બાજુમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જો કે ખોડલધામના નિયમ પ્રમાણે સ્ટેજ પર કોઇપણ મહાનુભાવોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ખોડલધામના દરેક આયોજનમાં આરતી પણ એકસરખી રાખવામાં આવી છે. આ નિયમોમાં કોઇ ફેરફાર કરવો હોય તો ખોડલધામ ટ્રસ્ટની(Khodaldham Trust)  પૂર્વ મંજૂરી લેવી પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દરેક સમાજના આગેવાનોને આમંત્રણ આપવા સૂચના

ખોડલધામના આયોજનમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વખતે ખોડલધામ દ્વારા જે તે વ્યવસ્થા કમિટીને જે તે વિસ્તારના તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવાની સૂચના આપવામાં આવી છે. માત્ર લેઉવા પાટીદાર સમાજના આગેવાનો નહિ પરંતુ તમામ જ્ઞાતિના લોકોને તથા તમામ પક્ષના લોકોને આમંત્રણ આપીને તેના સ્વાગત સન્માનનું આયોજન કરવાની સૂચના અપાઇ છે.

Next Article