Jamnagar: ક્રિકેટમાં પુષ્પા ઝુકેગા નહી અને રૂકેગા ભી નહી! અન્ડર-16માં ત્રણ ટીમ વચ્ચે મુકાબલામાં જામનગરની શાનદાર જીત
બીસીસીઆઈ (BCCI) દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન સંચાલિત અન્ડર 16 ઈન્ટર ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમા જામનગર ડીસ્ટ્રીક, જુનાગઢ ડીસ્ટ્રીક અને જુનાગઢ રૂરલ ત્રણ ટીમ ક્રિકેટ મુકાબલો થયો હતો. જેમાં જામનગરની શાનદાર જીત મેળવી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત અન્ડર 16માં જામનગરના પુષ્પારાજે પોતાનો દમ દેખાડયો. જામનગરમાં બીસીસીઆઈ (BCCI) દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન સંચાલિત અન્ડર 16 ઈન્ટર ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમા જામનગર ડીસ્ટ્રીક, જુનાગઢ ડીસ્ટ્રીક અને જુનાગઢ રૂરલ ત્રણ ટીમ ક્રિકેટ મુકાબલો થયો હતો. જેમાં જામનગરની શાનદાર જીત મેળવી હતી. જામનગરના (Jamnagar Latest News) ક્રિકેટના પુષ્પાએ પોતાનો દમ દેખાડ્યો. ઓલરાઉન્ડ પુષ્પારાજે પણ કહ્યુ કે ઝુકેગા નહી, ક્રિકેટમા તો રૂકેગા ભી નહી.
જામનગર શહેરમાં આવેલા અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન-ક્રિકેટ બંગલો ખાતે બીસીસીઆઈ અંતગર્ત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા સંચાલિત અંડર 16 માટેની ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુનાર્મેન્ટ ત્રણ ટીમો સામે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં જામનગર, જુનાગઢ અને જુનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાયા હતા. જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટની ટીમએ શાનદાર દેખાવ સાથે જીત મેળવી હતી. સામે જુનાગઢ અને જુનાગઢ રૂરલ 40 ઓવર રમતા પહેલા ઓલઆઉટ થઈ હતી.
‘પુષ્પારાજ ફલાવર નહી ફાયર હૈ’ જે તેણે પોતાના દમદાર પર્ફોર્મેન્સથી સાબિત કર્યુ
જામનગર–જુનાગઢની પ્રથમ મેચમાં પુષ્પારાજ જાડેજાએ 101 રન ફટકારીને બેટીંગમાં પોતાનો દમ દર્શાવ્યો હતો. તો 8 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિક્રેટ મેળવીને બોલીંગમાં પુષ્પારાજે કહ્યુ કે ક્રિકેટમે રૂકેગા નહી. જામનગરે ક્રિકેટ જગતને અનેક ક્રિકેટરો આપ્યા છે. ત્યારે આગામી સમય પણ ક્રિકેટમાં જામનગરનુ નામ અને માન જાળવી રાખવા માટે પુષ્પારાજ મહેનત અને પ્રયાસ કરશે.
છેલ્લા આઠ વર્ષથી તે જામનગર ક્રિકેટ એસોસિયેશનમાં કોચ મહેન્દ્રસર ચૌહાણા પાસે તાલીમ મેળવી રહ્યા છે. થોડા સમય પહેલા જ કોરોનામાં માતા-પિતાનો આશરો ગુમાવનાર પુષ્પારાજ ક્રિકેટ પ્રત્યે પોતના શોખ અને મહેનતથી આગળ વધ્યા છે. કે.એલ. રાહુલને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનુ અને જામનગરનુ નામ રોશન કરવાના સપના સાથે મહેનત અને પ્રયાસ કરે છે. પુષ્પરાજ જાડેજા ઓપનીંગ બેસ્ટમેન તરીકે પણ સારૂ પર્ફોમેન્સ કરે છે. તો તેની બોલીંગથી પણ સારા સારા ખૈલાડીઓની વિકેટ લેવાની આવડત ધરાવે છે. આ તો ફીલ્મનો પુષ્પરાજ કયારેય ઝુકતો નથી. પરંતુ ક્રિકેટનો પુષ્પારાજ ફીલ્ડીંગ માટે ઝુકી પણ જાય અને રન રોકવા મજબુત દિવાલ બની જાય છે.
ત્રણ ટીમ વચ્ચેના ત્રણ મેચમાં બે જામનગર અને એક મેચ જુનાગઢ રૂરલે કબજે કરી
પ્રથમ મેચ જામનગર–જુનાગઢ વચ્ચે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગમાં જેમાં ઓલરાઉન્ડર પુષ્પરાજ જાડેજાએ 101ની ફટકારીને ટીમના કુલ 252 રનનો સ્કોર કર્યો હતો. તો સામે જુનાગઢની ટીમ 40 ઓવરને બદલે 33.5ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ હતી.
બીજો મેચ જુનાગઢ અને જુનાગઢ રૂરલ વચ્ચે રમાયો હતો. જેમાં જુનાગઢ રૂરલે પ્રથમ બેટીંગ કરીને 40 ઓવરમાંથી 33.5 ઓવરમાં 181 રન કર્યા હતા. જેમાં જુનાગઢના આર્યન ઢોલાનાએ 50 રન ફટકાર્યા હતા. સામે જુનાગઢની ટીમ 37.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં મીત કારિયાએ 55 કર્યા હતા. જુનાગઢ રૂરલના બોલર શીવ દુસરાએ 8 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ મેળવી હતી.
ત્રીજો મેચ જામનગર-જુનાગઢ રૂરલ સામે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરીને કુલ 231 રન કર્યા હતા. જેમાં જય રાવલિયાએ 82 રન, નિશ્ચય બહૈડિયાએ 46 રન, ફટકાર્યા હતા. સામે જુનાગઢ રૂરલની ટીમ 34 ઓવરમાં 153 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં નિર્સગ કાસુંદ્રાએ 6 ઓવરમાંથી બે મેડન અને કુલ 12 રન આપીને 5 વિકેટ મેળવી હતી. આમ ત્રણ મેચમાંથી જામનગર ટીમ બે મેચ અને એક મેચ જુનાગઢ રૂરલ જીતી હતી. અન્ડર 16ના આ રાઉન્ડમાં જામનગરની ટીમ શાનદાર જીત સાથે આગળની મેચમાં રમશે. અન્ય બે ટીમ 40 ઓવરના મેચમાં 40 ઓવર રમ્યા પહેલા ઓલઆઉટ થઈ હતી.