Jamnagar: નજીવી બાબતે થયેલ તકરારમાં પાંચ શખ્સોએ એક યુવાનની હત્યા કરી, પોલીસે શરૂ કરી તપાસ

|

Jun 19, 2022 | 5:49 PM

આ બનાવની જાણ પોલીસને (Gujarat Police) થતા એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યા હતા. અજાણ્યા પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસ આરોપીઓને શોધવા તપાસ આંરભી છે.

Jamnagar: નજીવી બાબતે થયેલ તકરારમાં પાંચ શખ્સોએ એક યુવાનની હત્યા કરી, પોલીસે શરૂ કરી તપાસ
જામનગરમાં હત્યાનો બનાવ (સાંકેતીક તસવીર)

Follow us on

જામનગર શહેરના (Jamnagar News) નવાગામમાં નજીવી બાબતે થયેલા ઝગડામાં યુવાનની હત્યા કરવામાં આવી. બે વાહન આમને-સામને આવી ગયા બાદ બંને પક્ષે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જ યુવાનની હત્યાનું કારણ બની હતી. ધમકી આપી ચાલ્યા ગયા બાદ ચાર-પાંચ શખ્સોએ ઘરે આવી હુમલો કરી યુવાન પર છરી વડે હુમલો કરીને હત્યા કરી. હત્યાનો ગુનો આચર્યા બાદ આરોપીઓ નાસી છુટ્યા હતા. જેને લઈને પોલિસ પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ આંરભી છે.

શું છે સમગ્ર મામલો

જામનગર શહેરના ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં શનિવારે રાત્રે પોતાનું યુવાનની હત્યા થઈ. વાહન લઈ એક યુવાન પોતાના ઘર પાસે પહોંચ્યો ત્યાં સામેથી બાઈકમાં બે શખ્સો સામેથી આવતા તકરાર થઈ હતી. મુળ મથુરા અને વર્ષોથી અંહી રહેતા યોગેશ કૌશિક ડ્રાઈવીંગની નોકરી કરે છે. જે નોકરી પૂર્ણ થતા ઘરે આવતી વખતે ઘર પાસે વળાંક લેતી વખતે ઇન્ડિકેટર આપી ઇકો જમણી બાજુ વળતા સામે બાઈક આવી જતા, વાહનચાલકો આમને-સામને થયા અને તકરાર થઈ હતી. બાઈક સવાર યુવાનો આવી માર મારવાની ધમકી આપી નાસી ગયા હતા.

ત્યારબાદ થોડા સમયના અંતરે ચાર-પાંચ લોકો યુવાન સાથે મારામારી કરી. તે વખતે યુવાનનો ભાઈ અને પુત્ર વચ્ચે આવ્યા. ઝગડા વખતે બાઈક સવાર સાથે આવેલા યુવાનોએ યુવાનના ભાઈને છરી મારીને નાસી ગયા હતા. છરીના ઉપરા ઉપરી ઘા સાથળના ભાગે લાગતા રાજેશ કૌશિક નામના 35 વર્ષીય યુવાન ઈજાગ્રસ્ત થયો અને સારવાર માટે હોસ્પીટલ લઈ જવાય તે પહેલા તેનુ મોત થયું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પોલિસે FIR નોંધી તપાસ શરૂ કરી

નજીવી બાબતમાં ઘરે આવી હુમલો કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપીઓ નાસી છૂટ્યા. આ બનાવની જાણ પોલીસને થતા એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યા હતા. અજાણ્યા પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસ આરોપીઓને શોધવા તપાસ આંરભી છે. મથુરાનો પરિવાર રોજીરોટી માટે અત્રે સ્થાયી થયો છે. બે પુત્રીઓના પિતા એવા યુવાનની હત્યાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવાન યોગેશની સામે તેના ભાઈની અજાણ્યા શખ્સો છરી મારીને હત્યા કરી નાખી. છરી લાગી હોવાની જાણ થતા તેને સારવાર માટે હોસ્પીટલ લઈ જવામાં આવ્યો. પરંતુ સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડયો હતો.

Next Article