આવકારદાયક પહેલ : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ અનોખી રીતે જન્મદિવસની કરી ઉજવણી,જુઓ VIDEO

રિવાબાએ (Rivaba jadeja)પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ નેતા, અભિનેતા, ક્રિકેટર કે સેલિબ્રિટી સાથે નહી પરંતુ દેશની સેવા માટે થનગનતા યુવાનોના સપના સાકાર કરવા મદદરૂપ થઈને કરી.

આવકારદાયક પહેલ : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ અનોખી રીતે જન્મદિવસની કરી ઉજવણી,જુઓ VIDEO
Rivaba jadeja birthday celebration
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 06, 2022 | 11:10 AM

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા (Rivaba jadeja) પોતાની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે ત્યારે તેમને જામનગર (jamnagar) ખાતે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. રિવાબાએ પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ નેતા, અભિનેતા, ક્રિકેટર કે સેલિબ્રિટી સાથે નહી પરંતુ દેશની સેવા માટે થનગનતા યુવાનોના સપના સાકાર કરવા મદદરૂપ થઈને ઉજવણી કરી.

યુવકો અગ્નિવીર યોજનામાં (Agniveer Yojana) જોડાઈને દેશની રક્ષા અને સેવા કરવાના સપના સેવતા યુવાનોને  મદદરૂપ થવા માટે રિવાબાએ તેમને સવલતો પુરી પાડી સમાજ માટે એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. મહત્વનું છે કે, શ્રી માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી રિવાબા જાડેજા દ્રારા સમાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ મહિલાઓ, યુવાનો અને બાળકો માટે કરવામાં આવે છે.

યુવાનોના સપના સાકાર કરવા અનોખી પહેલ

રિવાબા જાડેજાએ અગ્નિવીર યોજનામાં જોડાવા માંગતા યુવાનોની તાલીમ માટે તાલીમ કેમ્પ (Training camp) શરૂ કર્યો છે. એક ટ્રસ્ટના માધ્યમથી બાડા, ફલ્લા,મોટીવાગુદડ, નારાયણપર, લાખાબાવડ, મોટી ખાવડી જેટલા 6 ગામના મેદાનમાં તાલીમ કેમ્પ શરૂ કર્યા છે. આ તાલીમ કેમ્પમાં યુવાનોને સેનામાં જોડાવા માટેની શારીરિક તાલીમ એક્સ આર્મીમેન દ્વારા આપવામાં આવશે.6 મેદાનમાં 500 જેટલા યુવાનોને 45 દિવસની તાલીમ આપી તેમને તૈયાર કરવામાં આવશે.

રિવાબા જાડેજા સેવાકીય પ્રવૃતિમાં હંમેશા અગ્રેસર

ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને સેનામાં (Army) જોડાવા માટે યોગ્ય સવલતોનો હંમેશા અભાવ રહ્યો છે, ત્યારે રિવાબા જાડેજાએ ટ્રસ્ટના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે કરેલી વ્યવસ્થા આગામી સમયમાં આ યુવાનો માટે ચોક્કસથી મદદરૂપ બની રહેશે.

તમને જણાવી દઈએ કે,આ અગાઉ રીવાબાએ પોતાની પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસ (8 જુલાઈ) ના રોજ પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને વર્ષગાંઠને યાદગાર બનાવી હતી. 101 દિકરી અને તેના વાલીઓ સાથે જન્મદિવસની દિકરીના પાંચમા જન્મદિવસની ઉજવણી કરી હતી.એટલું જ નહીં 101 દિકરીઓના પોસ્ટમાં ખાતા ખોલી દરેક ખાતામાં 11 હજારની રકમ જમા કરાવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">