JAMNAGAR : રાજયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ત્રીજો કેસ નોંધાયો, 60 વર્ષીય વૃદ્ધામાં દેખાયા લક્ષણો

|

Jun 29, 2021 | 6:36 PM

JAMNAGAR : ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ નોંધાયો છે. જામનગરના હિંમતનગર વિસ્તારની 60 વર્ષીય વૃદ્ધામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા છે.

JAMNAGAR : રાજયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ત્રીજો કેસ નોંધાયો, 60 વર્ષીય વૃદ્ધામાં દેખાયા લક્ષણો
રચનાત્મક તસ્વીર

Follow us on

JAMNAGAR : ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ નોંધાયો છે. જામનગરના હિંમતનગર વિસ્તારની 60 વર્ષીય વૃદ્ધામાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા છે. 25મેના રોજ વૃદ્ધામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. 27મેના રોજ વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 2 જૂનના રોજ સારવાર લઈ રહેલી વૃદ્ધાને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાઈ હતી.

સંક્રમિત વૃદ્ધાના સંપર્કમાં આવેલા 8 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કરાયા છે. હાલ તો ટ્રેસ કરાયેલા તમામ લોકોમાં કોરોનાના લક્ષણો નથી જોવા મળ્યા. પરંતુ, સંપર્કમાં આવેલા તમામ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.

અગાઉ બે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ સામે આવ્યા હતા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તાજેતરમાં રાજયમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 2 કેસ મળવાની ઘટનામાં આરોગ્ય વિભાગ તરફથી રાહતના સમાચાર આપ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેલ્ટા પ્લસના આ બે દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોને ટ્રેસ કરાયા હતા. જેમાં 17 લોકોની તપાસ બાદ સામે આવ્યું હતું કે આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વાયરસનો કોઇને ચેપ લાગ્યો ન હતો.

આ મામલે આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કેસ મામલે 9 લોકોનું ટ્રેસિંગ કર્યું હતું. જયારે સુરત ખાતેના કેસ મામલે 8 લોકોનું ટ્રેસિંગ કર્યું હતું. આ ટ્રેસિંગ કરાયેલા તમામ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ હતા. જેમાં આ તમામ 17 લોકોના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. જયારે જામનગરના વૃદ્ધામાં જોવા મળેલા ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પણ કોઇ દર્દીને ચેપ નથી લાગ્યો તે એક રાહતના સમાચાર છે.

ડેલ્ટા પ્લસનું સંક્રમણ ફેલાયું નથી 

અગાઉ ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસના બે દર્દી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ, તે સમયે ગુજરાત આરોગ્ય વિભાગે આ બંને ડેલ્ટા પ્લસના દર્દીઓ રિકવર થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ, આ બંને દર્દીઓ થકી અન્ય લોકોને ચેપ લાગ્યો છેકે નહીં તે અંગે ચિંતાના વાદળો છવાયા હતા. પરંતુ, આરોગ્ય વિભાગે રાજ્યમાં ડેલ્ટા પ્લસના બે દર્દીઓ થકી કોઇ સંક્રમણ ન થયું હોવાનું જણાવ્યું હતું.

અહીં નોંધનીય છેકે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ભયાનકતા વિશે સંશોધનકારો અને વૈજ્ઞાનિકો ભારે ચિંતામાં છે. કારણ કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો વાયરસ હોવાનું વૈજ્ઞાનિકો અને સંશોધનકારો જણાવે છે. ત્યારે તાજેતરમાં દેશમાં કુલ 48 ડેલ્ટા પ્લસના કેસો હોવાનો કેન્દ્રીય આરોગ્ય વિભાગે રિપોર્ટ આપ્યો હતો.

Published On - 6:12 pm, Tue, 29 June 21

Next Article