Gujarati Video : અમદાવાદ-ભાવનગરનો ધોલેરા શોર્ટ રૂટ બંધ કરવાનું જાહેરનામું રદ, ભારે વિરોધને પગલે પાછો ખેંચવો પડ્યો નિર્ણય

Ahmedabad News : ડાયવર્ઝન તરીકે ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઈને અમદાવાદ જઈ શકાશે તેવું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે 9 મહિના માટે 80 કિલોમીટરનું ડાયવર્ઝન અપાતા ભારે વિરોધ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 12:34 PM

ભાવનગરથી ધોલેરા થઈને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા હાઈવેને બંધ રાખવાનું જાહેરનામું રદ કરાયું છે. નેશનલ હાઈવેના ડેવલપમેન્ટ હેતુથી તમામ પ્રકારના વાહનો માટે આ હાઈવે 14 એપ્રિલથી 12 ડિેસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. ભાવનગરથી અમદાવાદ જતા તમામ વાહનો માટે ડાયવર્ઝન અપાયું હતું.

આ પણ વાંચો-NCERTના પુસ્તકોમાં કોઈ કારણ વગર નથી થયા ફેરફાર, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા, એક્સપર્ટ્સની લેવામાં આવી સલાહ

80 કિલોમીટરનું ડાયવર્ઝન અપાતા ભારે વિરોધ થયો હતો

ડાયવર્ઝન તરીકે ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઈને અમદાવાદ જઈ શકાશે તેવું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે 9 મહિના માટે 80 કિલોમીટરનું ડાયવર્ઝન અપાતા ભારે વિરોધ થયો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં જ વહીવટી તંત્રએ આ નિર્ણય રદ કરવાની ફરજ પડી હતી. ભારે વિરોધને પગલે 18 કલાકમાં જ જાહેરનામું રદ કરાયું હતુ. ત્યારે હવે 9 મહિના માટે શોર્ટ રૂટ બંધ કરવાની જાહેરાત રદ થઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">