Jamnagar: મંકીપોક્સ શંકાસ્પદ કેસના દર્દીનો લેબ રિપોર્ટ આવી ગયો, અમદાવાદ લેબમાં મોકલાયા હતા સેમ્પલ

|

Aug 05, 2022 | 2:56 PM

મંકીપોક્સ (Monkeypox) આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવા રાજ્યના આરોગ્ય વિભાગે (Department of Health) સૂચના આપી હતી. તમામ જિલ્લાઓની હોસ્પિટલોમાં મંકીપોક્સ અંગે માહિતી આપવામાં આવી છે.

Jamnagar:  મંકીપોક્સ શંકાસ્પદ કેસના દર્દીનો લેબ રિપોર્ટ આવી ગયો, અમદાવાદ લેબમાં મોકલાયા હતા સેમ્પલ
શંકાસ્પદ મંકીપોક્સના દર્દીનો રિપોર્ટ આવ્યો

Follow us on

વિશ્વમાં મંકીપોક્સના (Monkeypox) કેસ વધી રહ્યા છે અને કેરળમાં પણ મંકીપોક્સથી એક મોત નોંધાયું છે. ત્યારે જામનગરના (Jamnagar) યુવાનમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા. નવા નાગના ગામના 29 વર્ષના યુવાનમાં મંકી પોક્સ લક્ષણો જોવા મળ્યા હતા. યુવાનના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે. જો કે રિપોર્ટમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરના યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેને લઇને આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

ભારતમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયેલા છે. ત્યારે ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ મંકી પોક્સને લઇને સતર્ક થઇ ગયુ છે. જામનગરમાં એક યુવકમાં મંકીપોક્સના લક્ષણો દેખાતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જો કે હવે આ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે ગુજરાતનું આરોગ્ય તંત્ર મંકીપોક્સને લઇને પહેલેથી જ સજ્જ છે. અમદાવાદ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ વડોદરામાં પણ મંકી પોકસ વાયરસની ભીતિ વચ્ચે તંત્ર સજજ થયું છે. મંકી પોકસના સંકટ વચ્ચે વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. મંકી પોક્સના દર્દીઓને દાખલ કરવા માટે 15 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.

મંકી પોક્સના દર્દીઓની સારવાર માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં આ વાયરસના એક પણ દર્દી જણાઈ આવ્યા નથી. પરંતુ અગમચેતીના ભાગરૂપે દરેક જિલ્લામાં જીપી રોગના દવાખાનાઓમાં મંકી પોક્સ આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવા રાજ્યના આરોગ્ય વિભાગે સૂચના આપી હતી. તમામ જિલ્લાઓની હોસ્પિટલોમાં મંકીપોક્સ અંગે માહિતી આપવામાં આવી છે. તો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ પેસેન્જર્સનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં મંકીપોક્સનો એકપણ એક્ટિવ કેસ નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું છે મંકીપોક્સના લક્ષણો ?

ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી, તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક લાગવો, અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો, મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય છે. જે ધીમે ધીમે શરીરમાં અન્ય ભાગોમાં પ્રસરે છે.

મંકીપોક્સના સંક્રમણથી બચવા શું કરવું જોઇએ ?

મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચાથી–ત્વચા અથવા ચહેરાથી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો. સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.

મંકીપોક્સના દર્દીને આપવામાં આવતી સારવાર

મંકીપોક્સથી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે. સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.

Next Article