AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગતા કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માંગ

બ્રાસ ઉદ્યોગને 50 ટકા અસર થઈ હોવાના કારણે પણ નજર કરીએ તો બ્રાસનું વેચાણ દેશભરમાં મહાનગરો મુંબઈ અને દિલ્હીથી વધુ થતુ હોય છે. કોરોનાની અસરના કારણે બ્રાસની માંગ ઓછી થઈ છે.

Jamnagar: બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગતા કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માંગ
File Image
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 03, 2021 | 11:51 PM
Share

સુરત (Surat)ને ડાયમંડ સીટી કહેવાય, તેવી રીતે જામનગર (Jamnagar) બ્રાસ સીટી તરીકે ઓળખાય છે. જામનગરમાં કુલ 8000થી પણ વધુ બ્રાસ (Brass)ના એકમો આવેલા છે. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3 લાખથી વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે. જામનગરમાં ચશ્માના પાર્ટથી લઈને પ્લેનના પાર્ટ બને છે. જેની દેશ વિદેશમાં માંગ રહે છે. જેનુ ટનઓવર 200 કરોડથી વધુ થતુ હોય છે.

પરંતુ કોરોનાની અસરના કારણે ટનઓવર 100 કરોડની આસપાસ થયુ છે. એટલે કે હાલ 50 ટકા ઉદ્યોગ બંધ હોય તેવી સ્થિતીમાં જોવા મળે છે. બ્રાસ ઉદ્યોગને 50 ટકા અસર થઈ હોવાના કારણે પણ નજર કરીએ તો બ્રાસનું વેચાણ દેશભરમાં મહાનગરો મુંબઈ અને દિલ્હીથી વધુ થતુ હોય છે. કોરોનાની અસરના કારણે બ્રાસની માંગ ઓછી થઈ છે. તેમજ બ્રાસના કાચા માલમાં વપરાતા મેટલમાં એક કિલો પર 70 રૂપિયા જેવો વધારો થતાં તે નાના એકમને પરવડે તેમ ના હોવાથી તેની અસર ઉત્પાદનમાં જોવા મળે છે.

આ ઉપરાંત બ્રાસ ઉદ્યોગમાં મોટાભાગના મંજુરો પરપ્રાંતિય હોય છે. જે કોરોનાના કારણે વતન જતા રહેતા પરત ઓછા આવતા હોવાથી તેની અસર ઉદ્યોગને થઈ છે. ચાઈનાની બજારને ટક્કર આપવા માટે બ્રાસને સસ્તુ બજારમાં મુકવુ જરૂરી છે. જે માટે ઉદ્યોગકારો માંગ કરી છે, જો સરકાર જીએસટી ઓછુ કરે તો બ્રાસ સસ્તુ બજારમાં વેચાણ થઈ શકે.

તેમજ આ ઉદ્યોગને ફરી વેગવંતો કરવા માટે સરકાર ખાસ કોઈ રાહત પેકેજ જાહેર કરવુ જોઈએ. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશન દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનની પાસે માંગ કરી છે. જો કેન્દ્ર સરકાર બ્રાસસીટીને ખાસ કોઈ પેકેજ કે રાહત આપે તો ફરી બ્રાસ ઉદ્યોગ મંદીની મારથી બહાર આવી શકે.

આ પણ વાંચો: Ahmedabad : એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉઘાડી લૂંટ, રિક્ષા ચાલકો પાસેથી વસુલાય છે 60 રૂપિયા પિકઅપ ચાર્જ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">