Jamnagar: વિદ્યાર્થીઓ બે વર્ષથી ટેબલેટની રાહ જોઈ રહ્યા છે, પ્રથમ સેમેસ્ટરમાં પૈસા ભર્યા, છેલ્લા સેમેસ્ટર સુધી ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓ નિરાશ

|

May 17, 2022 | 6:36 PM

વિદ્યાર્થીઓએ (Student) સરકારી યોજનામાં પૈસા ભર્યા હોવાથી બજારમાં નવા ટેબલેટ પણ ન ખરીદ્યા અને આશ્વાસન હતુ કે થોડા દિવસમાં યોજનામાંથી ટેબલેટ મળી જશે.

Jamnagar: વિદ્યાર્થીઓ બે વર્ષથી ટેબલેટની રાહ જોઈ રહ્યા છે, પ્રથમ સેમેસ્ટરમાં પૈસા ભર્યા, છેલ્લા સેમેસ્ટર સુધી ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓ નિરાશ
બે વર્ષથી નથી મળ્યા ટેબ્લેટ (સાંકેતીક તસવીર)

Follow us on

વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તે માટે સરકાર દ્વારા ઓછા ભાવે ટેબલેટ આપવાની યોજના અમલી કરાવવામાં આવી હતી. પરંતુ આ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી ટેબલેટની રાહ જોઈ રહ્યા છે. કોલેજના પહેલા સેમેસ્ટરમાં ટેબ્લેટ માટે પૈસા ભર્યા હતા. આજે છેલ્લા છઠ્ઠા સેમેસ્ટરમાં આવ્યા બાદ પણ વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી. જામનગર (Jamnagar Latest News) પોલિટેકનીકલ કોલેજના વિદ્યાર્થીઓ બે વર્ષથી યોજનાના ટેબલેટ મળવાની રાહ જોઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓ પહેલા સેમેસ્ટરમાં હતા ત્યારે ટેબલેટ માટે રૂપિયા 1000 ભર્યા હતા અને અભ્યાસમાં ટેબલેટ ઉપયોગી થાય તે માટે યોજનામાં લાભ લેવાનુ વિચાર્યુ હતુ. પરંતુ વિદ્યાર્થીઓ આજે કોલેજના છેલ્લા એટલે કે છઠ્ઠા સેમેસ્ટરમાં પહોચ્યા પરંતુ ટેબલેટ હજુ મળ્યા નથી. વિદ્યાર્થીઓએ સરકારી યોજનામાં પૈસા ભર્યા હોવાથી બજારમાં નવા ટેબલેટ પણ ન ખરીદ્યા અને આશ્વાસન હતુ કે થોડા દિવસમાં યોજનામાંથી ટેબલેટ મળી જશે. પરંતુ ટેબલેટ લેવાનુ એટલુ લેટ થયુ કે હવે છેલ્લુ સેમેસ્ટર પુર્ણ થશે. બાદમાં આવા ટેબલેટ કોઈ ઉપયોગમાં નહી આવે.

વિદ્યાર્થીઓની પૈસા પરત કરવાની માગ

સરકારી પોલિટેકનિક કોલેજના સિવિલ શાખામાં છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા પ્રતિક્ષા જાનીએ જણાવ્યુ કે હાલ ઓનલાઈન અભ્યાસ કરવાના સમયે ટેબલેટ મળ્યો હોય તો તે ખુબ ઉપયોગી થઈ શકયા હોત. પરંતુ યોજના માટે બે વર્ષથી પૈસા ભર્યા બાદ પણ ટેબલેટ વિદ્યાર્થીઓ ના મળતા વિદ્યાર્થી હવે ટેબલેટ ના મળે તો પૈસા પરતની માગ કરી છે. ટેબલેટના પૈસા ભર્યા હોય અને બે વર્ષ સુધી ટેબલેટ ન મળ્યા હોય તેવા એક- બે વિદ્યાર્થી નહી પરંતુ અનેક વિદ્યાર્થીઓ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જામનગર સરકારી પોલિટેકનીકલ કોલેજમાં 190 જેટલા વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબલેટ મળ્યા નથી. જેના પૈસા બે વર્ષ પહેલા ભરવામાં આવ્યા છે. કોલેજ જીટીયુ વિભાગમાં પૈસા જમા કરાવ્યા છે અને વખતોવખત ટેબલેટ આપવા માટેની વિદ્યાર્થીઓની માગને ઉચ્ચ કક્ષા સુધી પહોચાડી છે. પરંતુ હાલ સધી ટેબલેટ આવ્યા નથી. તો હવે ટેબલેટની જગ્યા પૈસા પરત વિદ્યાર્થીને મળે તેવી પણ માંગણી કોલેજ જીટીયુને મોકલી છે.

જામનગર એક માત્ર કોલેજમાં 190 વિધાર્થીઓને બે વર્ષથી ટેબલેટ મળ્યા નથી. જો યોજના પર જોવામાં આવે તો આવા આશરે લાખોની સંખ્યામાં લાભાર્થીઓ હશે. જે કાગળ પર લાભાર્થી બન્યા પરંતુ યોજનાનો લાભ તેમને મળ્યો નથી. એટલે ટેબલેટ મળ્યા ન હોય. વિધાર્થી માગ કરી છે જો સરકાર વિધાર્થીના હિતમાં કોઈ યોજના બનાવે તો તેનુ અમલીકરણ પણ યોગ્ય સમયમાં કરાવે તો ખરા અર્થમાં તે યોજનાનો લાભ વિધાર્થીઓને મળી શકે.

Published On - 6:35 pm, Tue, 17 May 22

Next Article