Jamnagar: વિવિધ રંગો સાથે લાખોટા તળાવનુ યોજાયુ ફોટો પ્રદર્શન, યુવા ફોટોગ્રાફરે તેના કેમેરામાં ઝીલ્યા તળાવના વિવિધ રંગ

Jamnagar:જામનગર શહેરની આન,બાન, શાન સમા લાખોટા તળાવની યુવા ફોટોગ્રાફરે ફોટોગ્રાફી કરી તેનુ ત્રણ દિવસનું પ્રદર્શન યોજ્યુ છે. જેમા ત્રણ વર્ષ દરમિયાન અલગ અલગ સમયે કેમેરામાં લીધેલા ફોટામાં તળાવના વિવિધ રંગ કેદ કર્યા છે.

Jamnagar: વિવિધ રંગો સાથે લાખોટા તળાવનુ યોજાયુ ફોટો પ્રદર્શન, યુવા ફોટોગ્રાફરે તેના કેમેરામાં ઝીલ્યા તળાવના વિવિધ રંગ
ફોટોગ્રાફી પ્રદર્શન
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 16, 2022 | 2:58 PM

જામનગર (Jamnagar)ની ઓળખ લાખોટા તળાવના વિવિધ રંગોને દર્શાવતુ ખાસ ત્રણ દિવસનું ફોટો પ્રદર્શન (Photo Exhibition) યોજવામાં આવ્યુ છે. શહેરના 21 વર્ષિય યુવાન દિકુંજ જયેશ વાઘેલાને ફોટોગ્રાફીનો શોખ છે. હાલ M.A.ગુજરાતી વિષયનો અભ્યાસ કરતા યુવાને અભ્યાસની સાથે પોતાનો શોખ કેળવીને ફોટોગ્રાફી શીખી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ સમયે કેમેરામાં કંડારેલા ફોટાને પસંદ કરીને તેનુ પ્રદર્શન યોજ્યુ છે. લાખોટા તળાવ (Lakhota Lake) ની પાળે પુરાતત્વીય સંગ્રહાલયમાં 11,12 અને 13 સપ્ટેમ્બર સુધી સવારના 10થી 8 વાગ્યા સુધી લાખોટા તળાવનુ ફોટોગ્રાફીનું પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને અતરંગી લાખોટા નામ આપવામાં આવ્યુ છે.

NDC પરિવારના સહયોગથી યોજાયુ ફોટોગ્રાફીનું પ્રદર્શન

NDC પરિવારના સંકલનથી, હાલાર વેલફેર ટ્રસ્ટના સપોર્ટથી અને પુરાતત્વ સંગ્રહાલયના સહયોગથી આ પ્રદર્શન યોજાયુ છે. જેને હાલાર વેલફેર ટ્રસ્ટના ચેરપર્સન એક્તાબા સોઢાના હસ્તે અતરંગી લાખોટાનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ પ્રદર્શનમાં મુકાયેલા દરેક ફોટાનો અલગ રંગ જોઈને એક્તાબાએ જણાવ્યુ કે લાખોટા તળાવને અનેકવાર જોયુ છે અને દરેક વખતે નવા જ રંગમાં જોવા મળે છે. એકસાથે લાખોટાના આટલા આટલા રંગ એકસાથે પહેલા ક્યારેય જોયા નથી.

તળાવની ફોટોગ્રાફીમાં પ્રકૃતિના રંગોને ઝીલી ફોટો સ્વરૂપે મઢ્યા

યુવા ફોટોગ્રાફર દિકુંજ જયેશ વાઘેલા શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માગે છે જો કે તેને ફોટોગ્રાફીનો પણ જબરો શોખ છે. જેમા ખાસ કરીને પ્રકૃતિના વિવિધ રંગોને નિહાળવા અને તેને કેમેરામાં કેદ કરી ફોટો સ્વરૂપે મઢવામાં તેને મહારત હાંસિલ કરી છે. આવી જ કંઈક અલગ જ અનોખી અને પ્રકૃતિ સાથે તળાવની સુંદરતાને દિકુંજે તેના કેમેરામાં કેદ કરી છે. ત્રણ વર્ષ દરમિયાન અલગ અલગ સમયે લીધેલા આ ફોટોની પ્રદર્શની રાખવામાં આવી છે. જેમા દિકુંજની નજરે લાખોટાને નહાળવામાં આવ્યુ છે. જેમા તળાવ, પક્ષી, સંધ્યા સમયે તળાવની સુંદરતા, અને કુદરતી સૌદર્ય અને તેના રંગોના વિષય પર ફોટાની પસંદગી કરવામાં આવી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

દિકુંજ વાઘેલા દ્વારા છેલ્લા વર્ષમાં લાખોટા તળાવમાં કલાકો સુધી તપ કરીને એક એક ફોટા પાછળ ઘણી મહેનત કરી છે. જેમા પોતાની કલા રજૂ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. વહેલી સવારે અને ઢળતી સાંજે બદલતા રંગોને લાખોટા તળાવ પરથી નિહાળી તેને કેમેરામાં કેદ કર્યા છે. આ ફોટોગ્રાફીને લોકો પણ નિહાળી શકે તે હેતુથી ત્રણ દિવસ માટેનુ ફોટોપ્રદર્શન રાખવામાં આવ્યુ છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">