રાષ્ટ્રીય સ્કેટીંગ સ્પર્ધામાં જામનગરનો નિવ ત્રિવેદી ઝળક્યો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા ખૂશીનો માહોલ

|

Jun 19, 2022 | 12:03 PM

મહાનગરોમાં બાળકોને સ્કેટીંગની(Skating) તાલીમ આપવામાં આવે છે. બાળકોને સ્પોર્ટમાં રસ લેતા વાલીઓ પણ આ પ્રકારની પ્રવૃતિમાં પ્રોત્સાહીત કરતા હોય છે, ત્યારે સ્કેટીંગ શીખતા તાલીમલાર્થી બાળકોને રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જવાની તક મળે તે માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

રાષ્ટ્રીય સ્કેટીંગ સ્પર્ધામાં જામનગરનો નિવ ત્રિવેદી ઝળક્યો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા ખૂશીનો માહોલ
Niv Trivedi

Follow us on

Jamnagar : જામનગરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્કેટીંગની સ્પર્ધા (National Skating Competition) પ્રથમ વખત યોજાઈ જેમાં દેશભરના 937 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.બે દિવસીય આ સ્કેટીંગની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બાળકોને વધુ તક મળે તેમજ સ્કેટીંગ શીખતા તાલીમાર્થીઓને પ્લેટફોર્મ મળે તે હેતુથી  આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરમાં સુરત, (Surat) જામનગર, અમદાવાદ, વડોદરા(vadodara)  સહીતના વિસ્તારોમાંથી સ્પર્ધકો જોડાયા હતા. તમને જણાવી દઈએ કે,આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, રાજેસ્થાન, મધ્યપ્રદેશ રહીતના રાજયોમાંથી સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.રાષ્ટ્રીય કક્ષાની આ સ્કેટીંગ સ્પર્ધામાં રીંગ રેસ, શોર્ટ રેસ 500 મીટર, લોંગ રેસ 1000 મીટર, અને રોડ રેસ 2000 મીટરની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં રીલે રેસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ત્રણ સ્પર્ધોકોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી

કુલ 937 સ્પર્ધકોની વિગતે વાત કરીએ તો અન્ડર- 4માં 161 સ્પર્ધકો,અન્ડર- 6માં 154 સ્પર્ધકો,અન્ડર-8માં 218 સ્પર્ધકો,અન્ડર-10માં 268 સ્પર્ધકો,અન્ડર-12માં 58 સ્પર્ધકો,અન્ડર-14માં 47 સ્પર્ધકો,અન્ડર-16માં 22 સ્પર્ધકો,એબોર્વ-16માં 9 સ્પર્ધકોનો સમાવેશ થાય છે.આ  સ્પર્ધામાં જામનગરના નિવ નયન ત્રિવેદી અન્ડર 12માં ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં (International Skating Competition)  પસંદગી પામેલ છે.ઉપરાંત મધ્યપ્રદેશના ઉજજૈનના માહિર જાવીયા અન્ડર -6માં ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને તેમજ રાજસ્થાનના બુધ્ધ અન્ડર-14માં ત્રણ ગોલ્ડ મેળવીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામેલ છે.

નિવ ત્રિવેદીએ દેશનું નામ રોશન કર્યું

રાષ્ટ્રીયકક્ષાનની સ્પર્ધાના આયોજન અંગે આશિષ પંચભાઈએ જણાવ્યુ હતુ કે, જામનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા બાદ જુલાઈમાં થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાશે. જેમાં આ ત્રણ સ્પર્ધકો પોતાનુ કરતબ બતાવશે. જયાં થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, હોંગકોંગ સહીતના દેશના સ્કેટીંગના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા થશે.મહાનગરોમાં બાળકોને સ્કેટીંગની તાલીમ આપવામાં આવતી હોય છે. બાળકોને સ્પોર્ટમાં રસ લેતા વાલીઓ પણ આ પ્રકારની પ્રવૃતિમાં પ્રોત્સાહીત કરતા હોય છે. ત્યારે સ્કેટીંગ શીખતા તાલીમલાર્થી બાળકોને રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જવાની તક મળે તે માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અન્ડર 12માં ત્રણ ગોલ્ડ મેડલ મેળવનાર નિવ નયન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી  તેનાપિતા પાસે સ્કેટીંગની તાલીમ મેળવી રહ્યો છે. અગાઉ નેશનલ કક્ષાની એક સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો અને આ બીજી  સ્પર્ધામાં તેણે ત્રણ ગોલ્ડ મેળવીને જામનગર સહિત દેશનું નામ રોશન કર્યું છે.

Published On - 12:03 pm, Sun, 19 June 22

Next Article