Jamnagar : મહાનગર પાલિકાની એડવાન્સ વેરા પર રીબેટ યોજના, નાગરીકોને 10 થી 25 ટકા સુધીનું મળે છે વળતર

|

Jul 21, 2021 | 6:36 PM

અગાઉ આ યોજના 17 મે 2021 થી 19 જુલાઈ 2021 સુધી અમલી કરવામાં આવી હતી. જેમાં એડવાન્સ વેરા ભરનારને 10 થી 25 ટકા સુધીનું વળતર આપવામાં આવે છે. ત્યારબાદ ફરી મુદત વધારીને 31 જુલાઈ સુધી કરવામાં કરવામાં આવેલ છે.

Jamnagar : મહાનગર પાલિકાની એડવાન્સ વેરા પર રીબેટ યોજના, નાગરીકોને 10 થી 25 ટકા સુધીનું મળે છે વળતર
Jamnagar

Follow us on

જામનગર મહાનગર પાલિકા (JMC) દ્વારા ચાલુ નાણાકી વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક વેરો (Tax) ભરપાઈ કરનાર મિલ્કત ઘારકો માટે મુદત વધારવામાં આવી હતી. જેના અંતિમ દિવસો જ બાકી રહ્યા છે. અગાઉ આ યોજના 17 મે 2021 થી 19 જુલાઈ 2021 સુધી અમલી કરવામાં આવી હતી. જેમાં એડવાન્સ વેરા ભરનારને 10 થી 25 ટકા સુધીનું વળતર આપવામાં આવે છે. ત્યારબાદ ફરી મુદત વધારીને 31 જુલાઈ સુધી કરવામાં કરવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત 17 મેથી 19 જુલાઈ સુધીમાં 58,752 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલ્કત વેરા પેટે રૂ. 20.96 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂ. 3.84 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂ. 1.75 કરોડનું રીબેટ આપવામાં આવેલ છે. આ રીબેટ યોજના અન્વયે મિલ્કત વેરામાં 39,283 લાભાર્થીઓએ રૂ. 1.43 કરોડ તથા વોટર ચાર્જમાં 19,469 લાભાર્થીઓએ રૂ. 31.71 લાખનું રીબેટ મેળવેલ છે.

ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત તા. 1 એપીલ 2021 થી 19 જુલાઈ સુધી મિલ્કત વેરાની કુલ 22.89 કરોડ તથા વોટર ચાર્જમાં કુલ રૂ. 4.25 કરોડની વસુલાત થઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન તા. 31 માર્ચ 2006 સુધીની રેન્ટ બેઈઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલ્કતવેરા, વોટર ચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ 1 એપ્રિલ 2006 થી કારપેટ બેઈઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલ્કત વેરા, વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

ચાલુ નાણાકીય વર્ષ 2021-22 દરમ્યાન વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તા. 1 જુલાઈ 2021 થી 31 માર્ચ 2022 સુધીમાં ભરપાઈ કરનાર તમામ વ્યવસાયકારો માટે 50 ટકા વ્યાજમાફી યોજના જાહેર કરેલ છે.

વેરા મહાનગર પાલિકાના મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય સીટી સીવીક સેન્ટરો, શહેરની વિવિધ બેન્ક જેમાં એચડીએફસી બેન્ક, નવાનગર કો-ઓપ.બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્કની શહેરની તમામ શાખાઓમાં તેમજ મોબાઈલ ટેકસ કલેકશન વેનમાં સ્વીકારવામાં આવે છે.

આ ઉપરાંત ઓનલાઈન વેરા ભરવા માટે wwww.mcjamnagar.com પર લોંગીન કરીને 2 ટકા (મહત્તમ રૂ. 250 સુધી) નું વધારાનુ વળતર મેળવી શકાય છે.

Published On - 6:34 pm, Wed, 21 July 21

Next Article