Jamnagar: કાલાવડના બેડીયા ગામે થયેલ 7 લાખથી વધુ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ શરૂ
દાગીના જોઈને લાલચ જાગતા અન્ય બે લોકો સાથે મળીને રાત્રીના ઘરમાં ઘુસીને ચોરી કરીને ફરાર થયા હતા. ચોરી કર્યાના થોડા દિવસો બાદ જામનગરના ચાંદી બજારમાં દાગીના વેચાણ માટે જતા પોલીસેઆરોપીને પકડી પાડેલ. જેની પુછપરછમાં તેની સાથે અન્ય 3 લોકો હોવાનુ ખુલ્યુ છે. જે ચોરીમાં મદદગારીમાં સાથે હતા.
જામનગરના(Jamnagar) કાલાવડ નજીક આવેલા બેડીયા ગામે એક માસ પહેલા ચોરી(Theft) થઈ હતી. જે કેસમાં આરોપીને શોધવામાં પોલીસને સફળતા મળી છે. અંદાજે રૂપિયા 7,76,000 ના કિંમતના સામાનની ચોરી કરી હતી. સોના-ચાંદીના દાગીના સહીતના ચોરી કરી હતી. જેના એક આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. અન્ય બે ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના બેડીયા ગામે ગત 13 એપ્રિલે ચોરી થઈ હતી. ભગીરથસિંહ મહિપસિંહ જાડેજા રહેણાક મકાનમાંથી ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સો આવી કબાટની તિજોરીમાંથી દાગીના અને રોકડની ચોરી કરી હતી.
મધ્યપ્રદેશ ચામજરગામના વતની મુકેશ અલાવાને પોલીસે ઝડપી પાડયો
કુલ મળીને રૂપિયા 7,76,000 ની કિંમતના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. જે કેસમાં એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. મુળ મધ્યપ્રદેશ ચામજરગામના વતની મુકેશ અલાવાને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય 2 આરોપી હાલ ફરાર છે. મુકેશ અલાવા જે ફરીયાદી ભગીરથસિંહ જાડેજાની વાડીમાં છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરતો હતો. અને ઘરમાં કેટલા દાગીના કઈ જગ્યાએ છે, તેનાથી જાણકાર હતો. દાગીના જોઈને લાલચ જાગતા અન્ય બે લોકો સાથે મળીને રાત્રીના ઘરમાં ઘુસીને ચોરી કરીને ફરાર થયા હતા. ચોરી કર્યાના થોડા દિવસો બાદ જામનગરના ચાંદી બજારમાં દાગીના વેચાણ માટે જતા પોલીસેઆરોપીને પકડી પાડેલ. જેની પુછપરછમાં તેની સાથે અન્ય 3 લોકો હોવાનુ ખુલ્યુ છે. જે ચોરીમાં મદદગારીમાં સાથે હતા.
2 વર્ષથી વધુ સમયથી ફરીયાદીની વાડીમાં મજુરી કામ કરતો હતો
સુકા રાયસીંગ મકવાણા, ભુરા મકવાણા તેની સાથે આવેલ અજાણ્યો વ્યકિત ત્રણેય આરોપીને પોલીસે શોધવા કવાયત શરૂ કરી છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી કુલ મળીને રૂપિયા 194,500ની કિંમતનો મુદામાલ જપ્ત કરેલ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે પકડાયેલ આરોપી છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ફરીયાદીની વાડીમાં મજુરી કામ કરતો હતો.
દાગીના વેચાણ માટે જતાની સાથે જ આરોપી પોલીસના હાથે લાગતા પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ ફરીયાદીની મિલ્કત વિશેની જાણકારી મળતા આરોપીને અન્ય ત્રણ લોકોની મદદ લઈને રાત્રીના સમયે તકનો લાભ મેળવીને ચોરી કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ પોલીસથી ભાગવામાં વધુ સમય સફળ રહ્યા નહી. દાગીના વેચાણ માટે જતાની સાથે જ આરોપી પોલીસના હાથે લાગતા પોલીસે કાર્યવાહી શરૂ કરી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…