Jamnagar : ગણેશ ચતુર્થીના દિને લાડુ ખાવાની સ્પર્ધા યોજાઇ, એક સ્પર્ધકે 12 લાડુ ખાઇને સ્પર્ધા જીતી

|

Aug 31, 2022 | 5:27 PM

જામનગરમાં(Jamnagar)ગણેશ ચતુર્થીના દિવસે લાડુ(Ladu) આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. જામનગરની બ્રહ્મસોશ્યલ ગ્રુપ દ્રારા છેલ્લા 13 વર્ષથી લાડુ સ્પર્ધાનુ આયોજન થાય છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી આ સ્પર્ધા યોજાઈ ના હતી.

Jamnagar : ગણેશ ચતુર્થીના દિને લાડુ ખાવાની સ્પર્ધા યોજાઇ, એક સ્પર્ધકે 12 લાડુ ખાઇને સ્પર્ધા જીતી
Jamnagar Ladu Saprdha

Follow us on

ગણેશ ચતુર્થીના(Ganesh Chaturathi 2022) વિવિધ શહેરોમાં વિવિધ રીતે ગણેશજીની પુર્જા, અર્ચન, સ્થાપન સહીતની વિવિધ પ્રવૃતિ થાય છે. પરંતુ જામનગરમાં આજના દિવસે ગણેશજીને(Ganesh Mahotsav) પ્રિય એવા મોદક(લાડુ) આરોગવાની સ્પર્ધા યોજાઈ છે. ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરમાંથી સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જામનગરમાં(Jamnagar)ગણેશ ચતુર્થીના દિવસે લાડુ(Ladu) આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી. જામનગરની બ્રહ્મસોશ્યલ ગ્રુપ દ્રારા છેલ્લા 13 વર્ષથી લાડુ સ્પર્ધાનુ આયોજન થાય છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી આ સ્પર્ધા યોજાઈ ના હતી. આ વખતે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યા. જેમાં કુલ 58 સ્પર્ધોએ નામ નોધાવ્યા હતા. પરંતુ તે પૈકી 31 સ્પર્ધકોએ ભાગ લીધો હાજર રહ્યા હતા.. જેમાં 25 ભાઈઓ, 3 મહિલાઓ, અને 3 બાળકોએ ભાગ લીધો છે. ત્રણ વિભાગમાં સ્પર્ધા યોજાયે છે. જેમાં પુરૂષો માટે, મહિલાઓ માટે અને બાળકો માટે એમ કુલ ત્રણ વિભાગય હોય છે.

100 ગ્રામના એક સરખા લાડુ બનાવવામાં આવે છે

સ્પર્ધા માટે ખાસ લાડુ તૈયાર કરવામાં આવ્યા. 100 ગ્રામના એક સરખા લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. લાડુ માટે શુધ્ધ ધી, અને દુધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓપન સૌરાષ્ટ્રની આ સ્પર્ધામાં જામકંડોરણા, ભાણવડ, અને જામનગર સહીતના સ્પર્ધકોએ ભાગ લીધો હતો..ગત બે વર્ષે નવીન દવેએ 13 લાડુ ખાયને વિજેતા થતા હતા. આ વખતે ભાણવડના ફતેપુરના યુવાન રમેશ જોટગીયાએ 12 લાડુ ખાયને વિજેતા બન્યા બન્યા હતા. બીજા નંબરે નવીન દવે 11 લાડુ ખાયને સ્થાન મેળવ્યુ. સંજય પરમારે 10 લાડુ ખાયને ત્રીજા નંબર સ્થાન મેળવ્યુ હતુ.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જામનગરમાં ગણેશજીને પ્રિય એવા મોદકની અનોખી હરીફાઈ

બહેનોમાં પદમીનીબેન ગજેરાએ 9 ખાઇને વિજેતા બન્યા હતા. નેહબેન ભટ્એ 5 લાડુ ખાયને બીજા નંબરે અને તેજલબેન ભટ્ટ 4 લાડુ ખાયને ત્રીજો નંબર મેળવ્યો હતો. બાળકોમાં ઓમ જોશીએ 5 લાડુ ખાયને વિજેતા થયા. કેવિન વાઢેર 4 લાડુ ખાયને બીજા નંબરે અને જેનિશ વાઢેરએ 3 લાડુ ખાયને 3 નંબરે સ્થાન મેળવ્યુ.ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની સ્થાપના થાય છે. જામનગરમાં ગણેશજીને પ્રિય એવા મોદકની અનોખી હરીફાઈ રાખવામાં આવે છે. જેને સ્પર્ધકોની સાથે આ સ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

Published On - 5:08 pm, Wed, 31 August 22

Next Article