Jamnagar: ધ્રોલમાં પતિએ પત્નિની હત્યા કરીને લાશને દફન કરી, પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

આરોપી પતિ મનસુખની પુછપરછ કરતા હત્યાના કારણનો ખુલાસો કર્યો. સોનલે અગાઉ પ્રેમલગ્ર કર્યા હતા. ત્યાં એક સંતાન થયા બાદ પતિને છોડી ફરી મનસુખના મોટાભાઈ જગદીશ સાથે પ્રેમલગ્ર કર્યા હતા. થોડા વર્ષો બાદ જગદીશએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તેના મૃત્યુ બાદ ફરી દિયર મનસુખ સાથે લગ્ર કર્યા. બંને ભાઈ સાથેના સંબંધમાં બે સંતાન થયા.

Jamnagar: ધ્રોલમાં પતિએ પત્નિની હત્યા કરીને લાશને દફન કરી, પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
Jamnagar Husband Killed Wife
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 05, 2023 | 11:40 PM

જામનગરના ધ્રોલમાં પતિએ પત્નિની હત્યા કરી બાદ પત્નિને લાશને ઘર નજીક દફન કરી હતી. દિવસો સુધી પરિવારજનો સાથે વાત ના થતા પરિવારજનોએ પોલીસને ફરીયાદ કરી. પોલીસ તપાસમાં ખુલ્યુ કે ચાર દિવસ પહેલા જ તેની હત્યા કરીને દફન કરી છે. પોલીસે લાશને ખાડો ખોદીને બહાર કઢાવી. મૃતદેહને પીએમ માટે મોકલીને આરોપી પતિની અટકાયત કરી છે. જામનગરના ધ્રોલમાં પત્નિની હત્યા કરીને દફન કરી હતી બાદમાં પરિવારજનોએ શંકા જતા પોલીસની મદદ લીધી. પોલીસે પતિની પુછપરછ કરતા ખુલાસો કર્યો. મનસુખ ખાંભુએ પોતાની પત્નિની જ હત્યા કરી. તેને દફન કરી દીધી . 1 એપ્રિલના રોજ ઇટ્ટના ભઠ્ઠા પાસે રાત્રિના સમયે મનસુખે તેની પત્નિ સોનલને ગળે ટુંપો આપીને તેની હત્યા કરી હતી.

પોલીસે પતિ મનસુખને પુછતા હત્યા કરી દફન કર્યાનો ખુલાસો કર્યો

તેની લાશને રેકડીમાં ઘરે લાવીને ખાડામાં કાપડમાં વીટીને દાટી દીધેલ હતી. ચાર દિવસ સુધી સોનલ સાથે પરિવારજનોની વાત ના થતા તેની માતાએ પોલીસની મદદ માંગી. પોલીસે પતિ મનસુખને પુછતા હત્યા કરી દફન કર્યાનો ખુલાસો કર્યો. જેમાં આરોપી પતિ મનસુખની પુછપરછ કરતા હત્યાના કારણનો ખુલાસો કર્યો. સોનલે અગાઉ પ્રેમલગ્ર કર્યા હતા. ત્યાં એક સંતાન થયા બાદ પતિને છોડી ફરી મનસુખના મોટાભાઈ જગદીશ સાથે પ્રેમલગ્ર કર્યા હતા. થોડા વર્ષો બાદ જગદીશએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તેના મૃત્યુ બાદ ફરી દિયર મનસુખ સાથે લગ્ર કર્યા. બંને ભાઈ સાથેના સંબંધમાં બે સંતાન થયા.

પતિએ આવેશમાં આવીને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી

મનસુખ સાથે અવાર-નવાર તકરાર થતા તે વાલીને ત્યાં રહેતી હતી. પરિવારજનોએ સમજાવતા ત્રણ માસથી મનસુખ સાથે રહેવા આવી. ત્યાંથી ફરી અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખવા માટે વાત કરતા પતિએ આવેશમાં આવીને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી. કોઈને હત્યાની જાણ ના થાય તેથી લાશને ઘરના આંગણે ખાડામાં દફન કરી હતી. મહિલાની હત્યા થઈ, પતિની પોલીસે ઘરપકડ કરી. આડા સંબંધનો કરૂણ અંત આવ્યો અને ત્રણ સંતાનોએ માતા ગુમાવી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મૃતક યુવતીએ 27 વર્ષમાં ત્રણ પ્રેમલગ્ર કર્યા. ત્રણ સંતાનો બાદ ફરી અન્ય કોઈ સાથે સંબંધ રાખવાની વાત કરતા પતિએ તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Breaking News : અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

g clip-path="url(#clip0_868_265)">