Jamnagar: જી.જી. હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે તપાસ કામગીરી પર સવાલ અને આક્ષેપો, મહિલા આયોગે DGPને લખ્યો પત્ર

Jamnagar : જામનગરની જીજી હોસ્પીટલમાં (G.G hospital) મહિલા એટેન્ટન્ટ દ્રારા જાતીય સતામણીના આક્ષેપો કરાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 18, 2021 | 4:46 PM

Jamnagar : જામનગરની જીજી હોસ્પીટલમાં (G.G hospital) મહિલા એટેન્ટન્ટ દ્રારા જાતીય સતામણીના આક્ષેપો કરાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. મહિલા એટેન્ડેન્ટના આ અવાજ ગાંધીનગર સુધી પહોચ્યો હતો. તપાસ કમિટી રચી તટસ્થ તપાસના આદેશ અપાયા હતા. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja)કહ્યું કે, આ પ્રકારની ઘટના સરકાર ચલાવી નહીં લે. આ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીન સમગ્ર કેસમાં તપાસ કરશે અને તપાસના આધારે કાર્યવાહી કરાશે. તો બીજી તરફ તપાસ સમિતીની કામગીરી પર આક્ષેપો અને સવાલો ઉઠયા છે.

મહિલા આયોગે ઘટનાની ગંભીરતાને પગલે ડીજીપીને (DGP) પત્ર લખ્યો છે. સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ રીપોર્ટ સત્વરે મોકલવા સુચના આપી છે. હકીકતે કેટલી યુવતીઓ ભોગ બની છે ? તે અંગે તપાસ કરી વિગતો મોકલવા સુચના આપી છે. 60થી વધુ યુવતીઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહિ આપવાની શરતે નિવેદન આપ્યું છે.

સમગ્ર મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્રારા આ બનાવને દુખદ અને શરમજનક હોવાનું જણાવ્યું હતું. રાજય સરકાર દ્રારા યોગ્ય રીતે તપાસ કરીને દોષિતો સામે કડક પગલા લઈને દાખલો બેસાડવામાં આવશે. ફરી કોઈ જગ્યાએ આવા બનાવ ના બને. આ સાથે જણાવ્યુ કે સમગ્ર મામલો સામે લાવવા દિકરીએ હિંમત દાખવી તે સારી બાબત છે તે ગભરાય નહી સરકાર છે અને કડક કાર્યવાહી કરશે.

હોસ્પીટલમાં જાતીય સતામણીના આક્ષેપો બાદ હોસ્પીટલ તંત્ર ગોરખધંધાનો ખુલાસા બાબતે અન્ય કર્મચારીઓ કરવાની હિંમત દાખવી. પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે મીડીયા સમક્ષ તબીબે અનેક ચોકાવનારા ખુલાસા કર્યા. જેમાં મહિલા એટેન્ડન્ટ દ્રારા કરવામાં આવેલા આક્ષેપોને સમર્થન આપ્યું હતું. હોસ્પીટલના એચઆર વિભાગમાં 6 કે તેથી વધુ લોકોની ટીમ છે.

તે આ પ્રકારે મધ્યમ કે ગરીબ ઘરની દિકરીને દબાણ કરી શોષણ કરે છે. શહેરના શરૂ સેકશન રોડ પર આવાસ યોજનાના એક આવાસમાં સુપરવાઈઝર દ્રારા એટેન્ડેન્ટનું શોષણ કરાતુ હોવાના આક્ષેપ કર્યા. તપાસ કમીટી તેની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી હતી. આ બાદ તેને નિવેદન આપ્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">