Jamnagar: ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી, બે નિવૃત શિક્ષક સહીત ત્રણ સામે પોલિસ ફરીયાદ

|

May 19, 2022 | 1:24 PM

જામનગરના (Jamnagar) ત્રણ શખ્સોએ તેને ઉચા વ્યાજની લાલચ આપીને મૂળ રકમ અને તેનુ વળતર પરત ન કરીને છેતરપીંડી કરી છે. ભાવેશ મહેતા એચ.યુ.એફ. પેઢી તથા તન્જીલા ટ્રેડીંગ કંપની ઉભી કરી હતી અને માર્કેટમા સારૂ એવુ જ્ઞાન હોય તેવુ જણાવ્યુ હતું.

Jamnagar: ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી, બે નિવૃત શિક્ષક સહીત ત્રણ સામે પોલિસ ફરીયાદ
ઉંચા વ્યાજની લાલચે કરોડોની છેતરપિંડી (પ્રતીકાત્મક તસવીર)

Follow us on

જામનગરમાં (Jamnagar Latest News) લોકોને ઉંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપીંડી કર્યાની પોલિસ ફરીયાદ જામજોધપુર પોલિસ સ્ટેશનમાં નોંધાઈ છે. માસિક 2 થી 3 ટકા વ્યાજની લાલચ આપીને અનેકને ફસાવીને કરોડો રૂપિયાની છેતરપીંડી કર્યાની કૌંભાડ પોલિસ મથકે પહોચ્યા પોલિસ તપાસ આરંભી છે. જામનગરના જામજોધપુરમાં શિક્ષક તરીકે નોકરી કરતા હિમાંશુભાઇ ચંદુલાલ મહેતાએ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના ત્રણ શખ્સોએ તેને ઉચા વ્યાજની લાલચ આપીને મુળ રકમ અને તેનુ વળતર પરત ન કરીને છેતરપીંડી કરી છે. ભાવેશ મહેતા એચ.યુ.એફ. પેઢી તથા તન્જીલા ટ્રેડીંગ કંપની ઉભી કરી હતી અને માર્કેટમા સારૂ એવુ જ્ઞાન હોય તેવુ જણાવ્યુ હતુ.

રોકાણકારોને સારૂ વળતર જેમા દર મહીને ત્રણ થી સાડા ચાર ટકા જેટલુ ચોક્કસ વળતર આપવાની ખાત્રી અને વિશ્વાસ આપી રોકાણકારોએ કરેલ રોકાણ અંગેનુ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને વિશ્વાસ આવ્યો તેમજ પૈસા રોકવાની સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પ્રેરવા સારૂ આકર્ષક સ્કીમો આપી પ્રસિદ્ધ કરતા હિમાશુ મહેતાએ પોતે તથા પરીચીતોની રકમ મળીને કુલ રૂ 2,37,50,000/- (બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા) નું અલગ-અલગ સમયે રોકાણ કર્યુ હતુ.

તેમની જેમ જ 200થી વધુ વ્યકિતઓએ આ સ્કીમમા રકમનુ રોકાણ કરતા જે રોકાણ કરેલ રકમ કે, તે રકમનુ વળતર પરત ન આપી આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમા વાપરી નાંખી રોકાણકારો સાથે વિશ્વાસસઘાત અને છેતરપીંડી કર્યાની જામજોધપુરમાં ફરીયાદ નોંધાવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હિમાંશુ મહેતા આરોપી ભાવેશ મહેતના સંપર્કમાં આવ્યા બાદ તેને આ સ્કીમ વિશે લાલચ આપી. જણાવ્યું કે ત્રણ લોકો દ્વારા દુબઈમાં ગોલ્ડ ટ્રેડીંગ કરીને આવક કરવામાં આવે છે. બદલામાં સારૂ વળતર આપવામાં આવે છે. જેની જામનગર શહેરમાં નિયો સ્કવેર કોમ્પલેક્ષમાં ઓફીસ છે જેની મુલાકાત લીધી હતી. બાદ દુબઈ પણ પ્રવાસ કર્યો હતો અને થોડા પૈસા રોકીને તેનુ એક વર્ષ નિયમિત વળતર પણ મેળવ્યુ. જેથી વધુ વિશ્વાસ આવતા વધુ રકમ સ્કીમમાં લગાવી હતી અને બાદ ત્રણ આરોપીનો સંપર્ક ન થતા અને વળતર ન મળતા પોલીસને ફરીયાદ નોંધાવી.

પોલીસ તપાસ બાદ જ ચોક્કસ આંકડા બહાર આવશે

હિમાંશુએ (1) ભાવેશભાઇ પ્રવિણચંદ્ર મહેતા વાણીયા, (2) નિઝારભાઇ સદરૂદીન આડતીયા ખોજા (નિવૃત શિક્ષક), (3) દોલતભાઇ દેવાંનદાસ આહુજા સિંધી (નિવૃત શિક્ષક) એમ ત્રણ આરોપી સામે પોલિસ ફરીયાદ નોંધાવી છે. હિમાંશુ મહેતા જેવા 200 જેટલા લોકો લાલચની સ્કીમ ફસાયા છે અને ત્રણ શખ્સોએ સાથે મળીને અંદાજે 125 કરોડથી વધુનું કૌંભાડ કર્યું હોવાનુ પ્રાથમિક તારણ છે. જે પોલીસ તપાસ બાદ જ સાચો આંકડો બહાર આવશે.

Next Article