Jamnagar : ગણેશ ઉત્સવ માટે ખાસ તૈયાર કરવામાં આવી રહી છે માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ

|

Aug 14, 2022 | 10:33 PM

જામનગર(Jamnagar) કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માત્ર માટીની મુર્તિઓ તૈયાર કરી છે. જેમાં કલાકારે 8 માસમાં દૈનિક 10થી 12 કલાકની મહેનત કરીને નાની-મોટી આશરે 4000 મુર્તિઓ તૈયાર કરી છે.

Jamnagar : ગણેશ ઉત્સવ માટે ખાસ તૈયાર કરવામાં આવી રહી છે માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ
Jamnagar Ganesh Idol

Follow us on

ગણેશ ઉત્સવ (Ganesh Utsav)શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણેશજીની વિવિધ આકાર, સ્વરૂપની મુર્તિઓ બજારમાં જોવા મળે છે. કેટલાક કારીગરો પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઈકો-ફ્રેન્ડલી(Eco Friendly) મુર્તિ તૈયાર કરે છે. જામનગરના(Jamnagar)યુવા કલાકારે માત્ર માટીની મુર્તિ તૈયાર કરી છે.અગાઉ પીઓપીની મુર્તિઓનો ઉપયોગ ગણેશ ઉત્સવમાં વધુ થતો. પરંતુ પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ રહે છે. તો અનેક કારીગરો પણ માત્ર ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ તૈયાર કરે છે. જામનગર કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માત્ર માટીની મુર્તિઓ તૈયાર કરી છે. જેમાં કલાકારે 8 માસમાં દૈનિક 10થી 12 કલાકની મહેનત કરીને નાની-મોટી આશરે 4000 મુર્તિઓ તૈયાર કરી છે.

જે તમામ મુર્તિઓ ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ બનાવવામાં આવી છે. મુર્તિ માટે ખાસ ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બુટવો માટી, ખેતરની કાળી માટી અને થાનની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. મુર્તિમાં ખાસ વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. એક મુર્તિને તૈયાર થતા અંદાજીત 20થી 22 દિવસનો સમય લાગે છે. મુર્તિને આકાર આપ્યા બાદ માટીમાં રહેલા ભેજને દુર કરવા દિવસો સુધી એક જગ્યા પર રાખી સુકવવામાં આવે છે. તેની બાદ મુર્તિનો આકાર આપી ફીનીંસીગ વર્ક કરવામાં આવે છે. બે વર્ષ કોરોના કારણે મુર્તિના નિયમોને લઈને કલાકારોને ફટકો પડયો હતો. આ વખતે થોડી છુટછાટ મળતા કલાકારો ખુશ છે.

ગણેશ ઉત્સવ કરતા સંચાલકો વર્ષોથી ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિ લેવાનો આગ્રહ રાખે છે.. જે માટે હાલ રૂપિયા 400થી લઈ 15000 રૂપિયા લોકો ચુકવે છે. માટીની મુર્તિ હોવાથી તેના વિસર્જન બાદ પર્યાવરણને નુકશાન થતુ નથી.કલાકરો દ્રારા ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ તૈયાર કરવામા આવી છે. આ ખુબ આકર્ષિત અને નાની-મોટી તમામ પ્રકારની જોવા મળે છે. પીઓપીની મુર્તિ કરતા પણ સારી ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરવામાં આવે છે. પર્યાવરણને નુકશાન ના થાય તે માટે આવી મુર્તિનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. જેમાં ખાસ પ્રકારના રંગોથી તેને સુશોભિત કરીને મુર્તિમાં પાઘડી, મુગટ, સાફો, માળા, મોરપીછ, સહીતની વસ્તુઓ લગાવીને મુર્તિને આકર્ષક બનાવવામા આવે છે. લાલજી પ્રજાપતિ અને તેના પુત્ર અતુલ પ્રજાપતિ સહીત પરીવારના 6 સભ્યો દ્રારા દિવસો સુધી મહેતન કરવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગણેશ ઉત્સવ ધામધુમથી ઉજવીએ છીએ..પરંતુ પીઓપીની મુર્તિથી પર્યાવરણ નુકશાન થતુ હોય છે.. જેને અટકાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિનો ઉપયોગ કેટલાક વર્ષોથી વધ્યો છે.. જેથી આવા કલાકારો દ્રારા ખાસ માટીની મુર્તિ તૈયાર કરવામાં આવે છે. જેમાં વિવિધ આકાર, રૂપ, કલરની ગણેશ મુર્તિ તૈયાર કરવામાં આવી છે.

Published On - 8:16 pm, Sun, 14 August 22

Next Article