Jamnagar: 2022-23નું બજેટ સામાન્ય સભામાં મંજૂર, વિપક્ષે ભષ્ટ્રાચારના આક્ષેપ કર્યા
જામનગર મહાનગર પાલિકાનું કુલ 853.10 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજુર થયુ. શહેરમા નવા ઓવર બ્રીજ, બાગ બગીચા, પાણીની લાઈન, પંપીગ સ્ટેશન, ફાયર સ્ટેશન સહીતની યોજનાનો સમાવેશ કરાયો છે
જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) ની સામાન્ય સભામાં આજે બજેટ (budget) રજુ થયુ . જેમાં શાસક-વિપક્ષની તુ-તુ, મે-મે વચ્ચે વિપક્ષ (Opposition) ના વિરોધ સાથે બહુમતિથી બજેટ મંજુર કરવામાં આવ્યુ. વર્ષ 2022-23 માટેના બજેટમાં નાગરિકો ઉપર કોઇ જાતનો કર વધારો લાગુ કરવામાં આવ્યો નથી. આ બજેટમાં બાકી વેરા ઉપર વ્યાજ માફી અને વ્યાજ રાહતની યોજના રજૂ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના સામાન્ય સભાની બેઠક બજેટમાં મળી હતી. જેમાં સભ્યો બોલવાના મુદે બોલી પડયા. સ્ટેડીંગ કમીટીના ચેરમેરે બજેટ રજુ કર્યા બાદ શાસક પક્ષના સભ્યોને બોલવાની મંજુરી અધ્યક્ષે આપતા વિપક્ષના સભ્યો બોલવા મુદે બોલી પડયા. શાસકપક્ષના સભ્યોને સંકલનમાં આપવામાં આવેલા મુદાઓને વાંચીને વખાણ કરતા ચેરમેન પર બજેટ મુદે અભિનંદનની વર્ષા કરી. તો વિપક્ષના સભ્યો વચ્ચે સકંલન ના હોવાનુ દેખાયુ. બજેટમાં જુના કામો ના થતા હોવાનુ, સભ્યોને ગ્રાન્ટ ના મળતી હોવાનુ અને કોન્ટ્રાકટરો સાથે મળીને અધિકારીઓ ભષ્ટ્રાચાર (corruption) કરતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યા.
કમિશ્નર દ્વારા સુચવેલ તમામ વેરા અને ભાવ વધારા સ્ટેડીંગ કમીટી દ્વારા રદ કરાયેલ જે સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યા. કુલ 853. 10 કરોડનુ બજેટ સામાન્ય સભામાં મંજુર થયુ. શહેરમા નવા ઓવર બ્રીજ, બાગ બગીચા, પાણીની લાઈન, પંપીગ સ્ટેશન, ફાયર સ્ટેશન સહીતની યોજનાનો સમાવેશ.
વિકાસના કરોડોના પ્રોજેકટ થતો હોય પરંતુ તેમાં ભેદભાવ રખાતો હોવાનો વિપક્ષના સભ્યોએ આક્ષેપ કર્યા. બજેટ હોવા છતા થયા ના હોય તેવા કામની યાદી કોઈ સભ્યો પાસે ના હતી. તો આ વખતે બજેટમાં ના લીધેલ મુદે અંગે વિપક્ષના સભ્યોએ ચર્ચા કરી. વિપક્ષએ કરેલા શાબ્દીક વિરોધ વચ્ચે અને શાસકોની બહુમતિથી બજેટને સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યુ.
બજેટની ચર્ચા દરમિયાન ભાજપના કોર્પોરેટ કેશુભાઈ માડમે વિપક્ષને પક્ષપલ્ટો કરી ભાજપમાં આવવા માટે ખુલ્લુ આંમત્રણ પોતાની શૈલીમાં આપ્યુ. કહ્યુ કે પ્રદેશ પ્રમુખ પાટીલસાહેબ મળ્યો હતો. જેવી રીતે મનપામાં વ્યાજ માફીની સ્કીમ છે તેવી રીતે આમાં (પક્ષમા) આવવા માટે 8 માસનો સમય છે, સ્કીમ છે આમા પણ.,દર વખતે ઓછા થાય છે, ફરી થોડા સમયમાં ઓછા થશે. જેવુ કહીને કોંગ્રેસના સભ્યોને ભાજપમાં આવવા માટે ખુલ્લી ઓફરી કરી.
આ પણ વાંચોઃ સુરત પોલીસ એક્શનમાં: સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી ઘાતક હથિયારો સાથે 402ને ઝડપી લીધા