જામનગરમાં રખડતી ‘રંજાળ’ ક્યારે અટકશે ? ફરી એકવાર રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો

|

Jun 13, 2022 | 7:49 AM

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV Footage)  પણ સામે આવ્યા છે.જેમાં જોઈ શકાય છે કે, પશુથી બચવા વૃદ્ધ ભાગી રહ્યા છે.

જામનગરમાં રખડતી રંજાળ ક્યારે અટકશે ? ફરી એકવાર રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો
Stray cattle (File Photo)

Follow us on

રાજ્યમાં (Gujarat)છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અટકે તે માટે ઢોર નિયંત્રણ કાયદો લાવવા ઘણી મથામણ ચાલી રહી છે.બીજી તરફ જામનગર સહિત ઘણા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે.જામનગરમાં(Jamnagar)  ફરી એકવાર રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો છે. શહેરના ચાંદી બજાર વિસ્તરમાં રખડતા પશુએ વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. આ પશુ ત્યાં સુધી વૃદ્ધને અડફેટે લેતું રહ્યું જ્યાં સુધી વૃદ્ધનો જીવ ન ગયો…!

શહેરમાં યમદુત બની રહી છે રખડતી રંજાળ !

આ સમગ્ર ઘટનાના  સીસીટીવી ફૂટેજ(CCTV Footage)  પણ સામે આવ્યા છે.જેમાં જોઈ શકાય છે કે, પશુથી બચવા વૃદ્ધ ભાગી રહ્યા છે.જો કે, વૃદ્ધનું બેલેન્સ બગડતાં તેઓ જમીન પર પટકાય છે. ત્યારબાદ રખડતા ઢોરે વૃદ્ધને કચડી નાખે છે.જેને કારણે વુદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પહેલા જામનગર શહેરમાં રખડતા ઢોરે રાધેકૃષ્ણ મંદિર(Radhe Krishna Temple) પાસેથી પસાર થતા પતિ-પત્નીને અડફેટે લીધા હતા. જેમાં મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની પરજ પડી હતી. મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત મહિલાને માથા, કમર, પગ અને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

Next Article