આજની ઇ-હરાજી : જામનગરના જોડિયામાં ઓછી કિંમતમાં ખરીદી શકશો ખેતીની જમીન, જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
જામનગર: ગુજરાતના જામનગરના જોડિયામાં Debts Recovery Tribunal દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જોડિયામાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ખેતીની જમીનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 8094 ચોરસ મીટર છે.
આ પણ વાંચો- આજની ઇ-હરાજી : કચ્છના અંજારમાં ઓછી કિંમતમાં પ્લોટ ખરીદવાની તક, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 5,26,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 52,000 રુપિયા છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 16 નવેમ્બર 2023,ગુરુવારે સાંજે 5 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 17 નવેમ્બર 2023, શુક્રવારે બપોરે 12.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.