Jamnagar : કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન, ધૂળ ખાતા ટ્રીગાર્ડ, કચરાપેટીને અર્પી શ્રદ્ધાંજલિ

|

Jun 10, 2022 | 8:32 AM

વિપક્ષનો આક્ષેપ છે કે લાખો રૂપિયાના ખર્ચે ટ્રીગાર્ડ (Tree Gard) અને કચરાની પેટીઓ ખરીદવામાં આવેલી છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો.

Jamnagar : કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યું અનોખું વિરોધ પ્રદર્શન, ધૂળ ખાતા ટ્રીગાર્ડ, કચરાપેટીને અર્પી શ્રદ્ધાંજલિ
Congress corporators Protest

Follow us on

જામનગર મહાનગરપાલિકામાં (Jamnagar Municipal Corporation) વિપક્ષે ગુરૂવારે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. મહાનગરપાલિકાના (JMC) પટાંગણમાં લાંબા સમયથી ટ્રીગાર્ડ અને કચરા પેટી લાંબા સમયથી બિનઉપયોગી પડ્યા છે. કચરા પેટીઓ તૂટી ગઈ છે.કોઈ તેનો ઉપયોગ કરે તે પહેલા જ તેની દશા બગડી ગઈ છે, ત્યારે વિપક્ષે કચરાપેટી અને ટ્રીગાર્ડને ફુલહાર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. વિપક્ષનો આક્ષેપ છે કે લાખો રૂપિયાના ખર્ચે ટ્રીગાર્ડ (Tree Gard) અને કચરાની પેટીઓ ખરીદવામાં આવેલી છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં નથી આવતો.

શા માટે તેને પ્રજા સુધી પહોંચાડવામાં ન આવ્યા ?

જેના કારણે લાંબા સમયથી તે કોર્પોરેશનના પરિસરમાં ધૂળ ખાઈ રહ્યા છે.જેને લઈ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે જો ટ્રીગાર્ડ અને કચરાપેટીનો ઉપયોગ જ ન કરવાનો હોય તો શા માટે ખરીદી કરવામાં આવી ? શા માટે તેને પ્રજા સુધી પહોંચાડવામાં ન આવ્યા ?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પહેલા પણ શહેરમાં કોંગ્રસનુ અનોખુ વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતુ.ભારતમાં વધી રહેલી મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા જામનગરમાં (Jamnagar) વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ કોર્પોરેટર દ્વારા તાજેતરમાં જ પેટ્રોલ ડીઝલ ઉપરાંત એલપીજી સિલિન્ડર તેમજ તેલ શાકભાજી સહિતના રોજિંદા ઉપયોગી લેવાતા ચીજ વસ્તુઓના ભાવ વધારાના લીધે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Published On - 8:32 am, Fri, 10 June 22

Next Article