કોમોડોર જે.એસ. ધનોઆએ જામનગર નજીક આવેલા ભારતીય નૌકાદળની પ્રમુખ તાલીમ સંસ્થા વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરની સંભાળી કમાન

|

Jul 24, 2022 | 5:15 PM

કોમોડોર જે.એસ ધનોઆએ 23 જૂલાઈએ જામનગર નજીક આવેલા INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરની કમાન સંભાળી હતી. આ દરમિયાન નૌકાદળના જવાનોએ આકર્ષક પરેડ યોજી નવનિયુક્ત અધિકારીને આવકાર્યા હતા.

કોમોડોર જે.એસ. ધનોઆએ જામનગર નજીક આવેલા ભારતીય નૌકાદળની પ્રમુખ તાલીમ સંસ્થા વાલસુરાના કમાન્ડિંગ ઓફિસરની સંભાળી કમાન
જે.એસ. ધનોઆએ સંભાળ્યો ચાર્જ

Follow us on

જામનગરમાં 23 જૂલાઈ 2022ના દિવસે INS વાલસુરા ખાતે એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કોમોડોર (Commodore)   જે.એસ. ધનોઆ એ ભારતીય નૌસેનાની પ્રમુખ તાલીમ સંસ્થાન વાલસુરાની કમાન સંભાળી હતી. કોમોડોર જે.એસ. ધનોઆ(JS Dhanoa)એ વાલસુરાના કમાન્ડિંગ અધિકારીનો પદભાર ગૌતમ મારવાયા પાસેથી પ્રાપ્ત કર્યો છે.

કોમોડોર ગૌતમ મારવાહાએ 24 મે 2021એ ભારતીય નૌસેનાના જહાજ વાલસુરાની કમાન સંભાળી હતી અને આ પ્રમુખ સંસ્થાના કર્મચારીઓની તાલીમ અને વહીવટતંત્રમાં ઘણુ યોગદાન આપ્યુ હતુ. તેમના કાર્યકાળ દરમિયાન 25 માર્ચ 2022ના દિવસે વાલસુરાને રાષ્ટ્રપતિ ચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જે ભારતીય નૌ સેના વાલસુરાના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ સમાન મૌલિક સોપાન છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક


જે.એસ. ધનોઆ વર્ષ 1993માં ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા

કોમોડ઼ોર જે.એસ. ધનોઆ 1લી જૂલાઈ 1993ના દિવસે ભારતીય નૌસેનામાં કમિશન્ડ થયા હતા અને પ્રથમ હરોળમાં આવતા યુદ્ધ જહાજો પર તેમની સેવા આપી છે. જેમા ગંગા, બ્રહ્મપુત્ર અને તલવારનો સમાવેશ થાય છે. કોમોડોર નેશનલ ડિફેન્સ એકેડમી ખડગવાસલા અને નેવલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ લોનાવલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુક્યા છે.

ધનોઆએ ઈંગ્લેન્ડની ક્રેનફિલ્ડ યુનિવર્સિટી દ્વારા અંડર વોટર એકોસ્ટિક્સ કોમ્યુનિકેશનમાં ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે WESEE, ઈન્ડિયન નેવલ એકેડમી, અને નેવલ ડોક્યાર્ડ (મુંબઈ)માં અનેક સ્ટાફની નિયુક્તિ પર પણ કામ કર્યુ છે. કોમોડોર જે.એસ.ધનોઆએ ઈન્ડોનેશિયાના જાકાર્તામાં ભારતીય દૂતાવાસમાં ડિફેન્સ એટેચ તરીકે પણ સેવા આપી છે. કોમોડોરને એપ્લાઈડ રિસર્ચ માટે વી.કે જૈન સૂવર્ણચંદ્રક પણ મળ્યો છે.

Next Article