AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Family : ભારતના સૌથી પૈસાદાર બિઝનેસ ફેમિલીમાં અંબાણી પરિવારનો દબદબો યથાવત

ભારતના ટોપ 300 ફેમિલી બિઝનેસે છેલ્લા 2 વર્ષમાં દરરોજ 4,076 કરોડ રુપિયાની વેલ્યુ જોડી છે. 2024ના એડિશન મુકાબલે આમાં અંદાજે 30 લાખ કરોડ રુપિયા અને 2025ના એડિશનમાં 1.23 લાખ કરોડનો વધારો થયો છે.

Ambani Family : ભારતના સૌથી પૈસાદાર બિઝનેસ ફેમિલીમાં અંબાણી પરિવારનો દબદબો યથાવત
| Updated on: Aug 12, 2026 | 9:08 AM
Share

2026 બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાયન્ટસ હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ લિસ્ટ અનુસાર, ભારતના 300 સૌથી પૈસાદાર ફેમિલી બિઝનેસનું સંયુક્ત મૂલ્ય હવે 138 લાખ કરોડ રૂપિયા છે. તેની સંયુક્ત કિંમત દુનિયાની 18મી સૌથી મોટી ઈકોનોમીના બરાબર છે. જે નેધરલેન્ડ, સાઉદી અરબ, સ્વિઝરલેન્ડ અને પોલેન્ડ જેવા દેશથી પણ આગળ છે.

આનાથી ચોંકાવનારી વાત એ છે કે, 2024 ના ઉમેરા પછી આ વ્યવસાયોએ તેમના મૂલ્યમાં આશરે 30 લાખ કરોડનો ઉમેરો કર્યો છે, જે છેલ્લા બે વર્ષમાં દરરોજ આશરે 4,076 કરોડ થાય છે. 2024 થી તેમના સંયુક્ત મૂલ્યમાં 27.5% નો વધારો થયો છે, જ્યારે તે જ સમયગાળા દરમિયાન નિફ્ટી 50 માં 1.1% અને સેન્સેક્સમાં 3.7% નો ઘટાડો થયો છે.

અંબાણી દેશનો સૌથી પૈસાદાર પરિવાર

અંબાણી પરિવાર હાલમાં ટોપ પર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કારણે આ પરિવારની વૈલ્યુએશન 25.82 લાખ કરોડ રુપિયા છે. ગત્ત વર્ષે તેના વેલ્યુમાં 8.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ ઘટાડા પછી પણ અંબાણી પરિવાર લિસ્ટમાં અન્ય પરિવારથી આગળ છે. બીજા નંબર પર કુમાર મંગલમ બિરલા પરિવારની વેલ્યુ 8.14 કરોડ રુપિયા છે. જે અંબાણી પરિવારના મૂલ્યના ત્રીજા ભાગ કરતાં પણ ઓછું છે. કુમાર મંગલમ બિરલા પરિવાર બીજા સ્થાને આવી ગયો છે, જેની સંપત્તિ 26 ટકાના વધારા સાથે 8.14 લાખ કરોડ થઈ ગઈ છે. જિંદાલ પરિવાર ત્રીજા સ્થાને આવી ગયો છે, જેની સંપત્તિ 40 ટકાના વધારા સાથે 8 .02 લાખ કરોડ થઈ ગઈ છે.

બજાજ પરિવાર 7.7 લાખ કરોડ રુપિયા સાથે ચોથા સ્થાને છે. જેના વેલ્યુમાં 3.9 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મહિન્દ્રા પરિવાર 5.15 કરોડ રુપિયાની સાથે પાંચમા સ્થાન પર છે. જેમાં 5.4નો ઘટાડો આવ્યો છે. અનિલ અગ્રવાલ પરિવાર લિસ્ટમાં સૌથી વધારે લીડ બનાવવામાં સામેલ છે. વેદાંતાની 5 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાંવિભાજન પછી, તેનું મૂલ્ય 75% વધીને 4.45 લાખ કરોડ થયું છે. પરિવારની સંપત્તિ ત્રણ વર્ષમાં 212% વધી છે.

અંદાજે 54 લાખ લોકોને રોજગારી આપે

રિપોર્ટ મુજબ, ટોચના ત્રણ પરિવારો – અંબાણી, બિરલા અને જિંદાલની સંયુક્ત વૈલ્યુ આશરે 42 લાખ કરોડ છે, જે ભારતના કુલ લિસ્ટેડ માર્કેટ કેપિટલાઇઝેશનના આશરે 9% છે. ટોચના 10 પરિવારો 300 પરિવારોની યાદીના કુલ મૂલ્યમાં 51% હિસ્સો ધરાવે છે.આ 300 પરિવાર સાથે મળી અંદાજે 54 લાખ લોકોને રોજગારી આપે છે. અંદાજે 56 લાખ કરોડ રુપિયાના રેવેન્યુ કમાયે છે અને 5.6 લાખ કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ દેખાડે છે.

દેશનો સૌથી વધુ પૈસાદાર પરિવાર, જામનગરના આ બિઝનેસમેનનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
g clip-path="url(#clip0_868_265)">