Jamnagarનું મહેમાન બન્યુ મ્યુટ સ્વાન પક્ષી, તેને જોવા માટે પક્ષીપ્રેમીઓ વચ્ચે કુતૂહલ

યુરેશિયના હંસ ચારથી પાંચ ફૂટ લાંબા હોય છે. તેમની પાંખનો ઘેરાવો 7 થી 9 ફૂટ હોય છે. આ હંસ સૌથી વજનદાર ઊડનારા પક્ષી છે. મ્યૂટ સ્વાન તદ્દન સફેદ હોય છે. તેની ચાંચ કેસરી રંગની હોય છે.

Jamnagarનું મહેમાન બન્યુ મ્યુટ સ્વાન પક્ષી, તેને જોવા માટે પક્ષીપ્રેમીઓ વચ્ચે કુતૂહલ
Bird lovers excited after spotting mute swan in Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 09, 2022 | 11:20 PM

યુરોપીયન પક્ષીની અનેક ખાસિયત છે. એક માસથી જામનગર (Jamnagar) નજીક ઢીચડાના તળાવમાં તેઓ મહેમાન બન્યા છે. જેને જોવા માટે દેશભરથી પક્ષીપ્રેમીઓ (Bird Lovers) જામનગર આવે છે. જામનગરમાં દરીયાકિનારો આવેલ છે. સાથે ક્રિક, ખાડી , મીઠાના અગર જેવા સ્થળો છે. જ્યાં ખારા પાણીના જળાશય છે. તેમજ તળાવ, ચેકડેમ, નદીના કારણે આસપાસના અનેક સ્થળોએ મીઠા પાણીના જળાશયો પણ જોવા મળે છે. તેમજ અનુકુળ વાતાવરણ અનેક પ્રતિકુળતાઓના કારણે દેશ-વિદેશથી વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં શિયાળામાં આવે છે. આ વખતે અનોખુ ખાસ પક્ષી જામનગરનું મહેમાન બન્યુ છે. જામનગર નજીક આવેલા ઢીચડાના તળાવમાં યુરોપીયન પક્ષી મ્યુટ સ્વાન આવ્યુ છે. તે એક માસથી અહીનું મહેમાન બન્યુ છે.

પક્ષીપ્રેમીઓ ખીજડીયા, ઢીચડા, બેડી, જોડીયાભુંગા, વિભાપર સહિતના વિસ્તારોમાં પક્ષી દર્શન માટે જતા હોય છે. ગત જાન્યુઆરીની 9મી તારીખે રવિવારની સાંજે યશોધન ભાટીયા અને આશિષ પાણખણિયા પક્ષીપ્રેમીઓ કેમેરા સાથે ઢીચડાના તળાવે પક્ષીના સમુહ પાસે ગયા. જ્યાં અચનાક નજર મોટા દુધ જેવા સફેદ પક્ષી પર પડી. જેને કેમેરામાં કેદ કરી જોયુ ત્યારે ધ્યાને આવ્યુ કે મ્યૂટ સ્વાન પક્ષી છે. અન્ય સ્વાનના પ્રકારમાં આ પક્ષી પ્રમાણમાં અવાજ કાઢવામાં શાંત હોય છે. જેથી તેને મ્યૂટ સ્વાન ઓળખાતુ હોવાનું માનવામાં આવે છે. ઢીચડામાં આ પક્ષી ત્યાંથી અહીંનું મહેમાન બન્યુ છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

યુરેશિયના હંસ ચારથી પાંચ ફૂટ લાંબા હોય છે. તેમની પાંખનો ઘેરાવો 7થી 9 ફૂટ હોય છે. આ હંસ સૌથી વજનદાર ઊડનારા પક્ષી છે. મ્યૂટ સ્વાન તદ્દન સફેદ હોય છે. તેની ચાંચ કેસરી રંગની હોય છે. તે જળાશયને કિનારે માટીના ઢગલામાં માળો બાંધે છે. લાંબી અને આકર્ષક વળાંકવાળી ડોકથી તે છટાદાર દેખાય છે. આ હંસ મોટેભાગે વનસ્પતિ ખાય છે. નર અને માદા હંસ જોડી બનાવીને કાયમ સાથે રહે છે.

માળાની દેખરેખમાં તે ખૂબ જ ચોકસાઈ રાખે છે. બચ્ચાં પર જોખમ ઊભું થાય તો આક્રમક બની જાય છે. મ્યૂટ સ્વાન ભારતમાં અંદાજે 100 વર્ષ બાદ પ્રથમ વખત જોવા મળ્યુ છે. જેની જાણ પક્ષીપ્રેમીઓને થતા દેશભરમાંથી પક્ષીપ્રેમીઓ તેને નિહાળવા માટે જામનગર આવે છે. જામનગરમાં કૃદરતી અને ભૌગૌલિક અનેક અનુકુળતાઓ પક્ષીઓને અહીં ખેચી લાવે છે. પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા જામનગરને આગવી ઓળખ મળી છે. પક્ષીઓના કારણે ખુણેખુણેથી પક્ષીપ્રેમીઓ જામનગરમાં આવે છે.

આ પણ વાંચો – લતાજીને રંગોથી શ્રદ્ધાંજલિ: સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ

આ પણ વાંચો – Suratમાં IT Park બનવાના રસ્તા ખુલ્લા, ટેક્સ્ટાઈલ સાથે આઈટી પાર્ક બનાવવા કેન્દ્ર સમક્ષ માંગ કરાશે

અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ
અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
g clip-path="url(#clip0_868_265)">