Jamnagar: ફેક એપ્લિકેશન બનાવીને 9 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપી સુરતથી ઝડપાયા

આરોપી એન્ડ્રોઇડ એપ્લિકેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરાવા જણાવી એપ્લીકેશન ડાઉનલોડ કરાવતા જેમાં એપ્લીકેશનમાં એકાઉન્ટ ખોલાવી કટકે કટકે બેન્ક અકાઉન્ટમાં પૈસા ભરવા જણાવતા આરોપીઓને પોલીસ ઝડપી પાડ્યા છે.

Jamnagar: ફેક એપ્લિકેશન બનાવીને 9 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપી સુરતથી ઝડપાયા
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 02, 2023 | 11:55 AM

રોકાણના નામે આડેધડ નાણાં રોકનાર માટે લાલઘંટી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રોકાણ કરીને 4 થી 5 ટકા કમાણીની લાલચ આપીને લાખોની છેતરપિંડી કરનાર બે આરોપી સુરતથી ઝડપાયા છે. કંપનીના કર્મચારીની ઓળખ આપીને રોકાણકારો નાણાં રોકવા જણાવતા હતા. જેમાં એન્ડ્રોઇડ એપ્લિકેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરાવા જણાવતા અને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવી કટકે કટકે બેન્ક અકાઉન્ટમાં પૈસા ભરવા જણાવતા હતા.

2022માં નોંધાયેલ ફરિયાદનો ઉકેલાયો ભેદ

રોકાણ કરવા માટે મોટા વળતરની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીની એક ફરીયાદ મળતા જે બાદ કુલ 6 આરોપીઓ પકડાયા છે. જેમાં ફેક એપ્લિકેશન દ્વારા રોકાણના નામે કુલ રૂ 9,19,125 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી થયાની ફરીયાદ જામનગર સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે 2022 માં નોંધાઈ હતી. જેમાં આરોપીને પકડવા સાઇબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી. મહત્વનુ છે કે, આ સમગ્ર તપાસમા ટેકનિકલ એનાલિસીસ કરાતા આરોપીઓની માહિતી મળી હતી. જે દ્વારા છેતરપિંડીના ગુનામાં 8 માસથી ફરાર આરોપી રમીઝ કિસ્મત શેખને ઝડપી પડ્યો છે.

પૂછપરછમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી

સાઇબર ક્રાઇમની ટીમે રમીઝ કિસ્મત શેખને પકડી પુછપરછ કરતાં અન્ય આરોપીઓની માહીતી મળી હતી. સુરત ખાતે અન્ય આરોપી હોવાનું જણાતા સુરત સાઇબર સેલ કામે લાગ્યું હતું. જે બાદ બાકીના આરોપીઓને પકડવા માટે એક સપ્તાહ સુધી પોલીસની ટીમે મહેનત કરીને અન્ય બે આરોપીઓને પકડી પાડ્યા છે. અલ્તાફ લતીફ શેખ અને પીરમંહમદ અશરફ મેમણ નામના બે આરોપીઓને સુરત સાઇબર સેલે પકડી કાર્યવાહી હાથ ધરી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચો : સુરતમાં વધુ એક વૃદ્ધનું કોરોનાથી મોત, વૃદ્ધના પરિવારના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા

એપ્લીકેશન દ્વારા કરાતી છેતરપિંડી

આ એપ્લીકેશન દ્વારા કેટલાય લોકોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનુ છે કે, પકડાયેલા આરોપીઓ સાથે અનેક લોકો જોડાયેલ હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં જે પ્રકારે લોકોને રોકાણ કરવાની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને કંપનીના કર્મચારીની ઓળખ આપીને રોકાણકારો પાસે રોકાણના નામે લાખો રૂપિયા પડાવ્યા જેને આધારે ફરિયાદ નોંધાઈ હતી. આ એપ્લિકેશન પ્રકરણમાં સંડોવાયેલ અન્ય લોકોને પણ શોધવાની તજવીજ હાથ ધરાઇ છે.

તમામ આરોપી સુરત હોવાનો ઘટસ્ફોટ

રોકાણમાં ઉચા વળતરની લાલચ આપીને લાખો રૂપિયા પડાવતા આરોપીઓની પ્રાથમિક  પુરપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા. જેની શોધ કરવા માટે ટેકનીકલ ટીમની મદદથી આરોપીઓની ઓળખ અને લોકેશન મેળવતા સાથે તમામ આરોપીઓ સુરતમાં હોવાની જાણ થતા સાઇબર પોલિસની ટીમ દ્રારા સાત દિવસ સુધી સુરતમાં આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરાઇ છે.

સાઇબર ફ્રોડની ઘટનાથી બચવા પોલીસની અપીલ

સાઇબર પોલિસ દ્વારા લોકોને આ ઘટના અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ વધુ પૈસા મેળવવા કે કામ મેળવવા અથવા અન્ય કોઈ રીતે લાલચમા આવીને મોબાઈલ દ્રારા પૈસા આપતા પહેલા સાવચેત રહેવૂ જરૂરી છે. તેમજ પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે પોલિસને જાણ કરીને ફરીયાદ કરે જેથી આવા લોકોને પકડીને વધુ લોકોને ભોગ બનતા અટકાવી શકાય.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">