જામનગરમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા યુવકે પોલીસને કરી ફરિયાદ, વ્યાજે લીધેલા 9 લાખ માટે મિત્રનું મકાન પણ લખાવ્યું

Jamnagar: વ્યાજખોરોને ડામવા માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા લોકોને પોલીસે સામે આવી ફરિયાદ કરવા માટે અપીલ કરી છે જેના માટે પોલીસ મદદ કરવાની પણ ખાતરી આપી છે. આ અપીલ બાદ જામનગરના એક યુવાને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા યુવકે પોલીસને કરી ફરિયાદ, વ્યાજે લીધેલા 9 લાખ માટે મિત્રનું મકાન પણ લખાવ્યું
વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનાર
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jan 08, 2023 | 7:18 PM

રાજ્યમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અનેક લોકો વ્યાજખોરોના વિષચક્રમાં આવી જતા અને કંટાળીને મોતને વ્હાલુ કરવાના બનવાનો પણ વધ્યા છે. આ અંગે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને વ્યાજખોરોને ડામવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે જામનગર પોલીસે પણ નાગરિકોને અપીલ કરી હતી. પોલીસની અપીલ બાદ વર્ષોથી વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા યુવાને પોલીસને ફરિયાદ આપી હતી. પોલીસે યુવાનની ફરિયાદને આધારે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.

 વ્યાજે લીધેલા 9 લાખ માટે મિત્રનું મકાન પણ લખાવી લીધુ

રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન વ્યાજખોરના ચક્રમાં ફસાયો હતો. કોરોનાકાળ દરમિયાન અને લોકડાઉનના કારણે રેસ્ટોરન્ટ ના ચલાતા આર્થિક તંગી સર્જાઈ હતી. રેસ્ટોરન્ટના ભાડા, અનાજ, વીજબીલ, રાખેલ માણસોના પગાર માટે પૈસાની જરૂરીયાત ઉભી થઈ. ત્યારે વ્યાજે નાણા લઈ વ્યાજચક્રમાં ફસાયો હતો. જલારામ રેસ્ટોરન્ટ નામની હોટેલ ચલાવતા જતીન વિઠ્ઠલાણીએ કોરોના વખતે નાણાની જરૂરિયાત હોવાથી મધ્યસ્થીની મદદથી વ્યાજે નાણા મેળવ્યા હતા. કુલ 9 લાખની રકમ માસિક પાંચ ટકાના વ્યાજે લીધી હતા. જે કેટલીક રકમ ભરી હતી. જેમા એક મિત્રનું મકાન પણ લખાવી લીધુ હતુ, આ અંગેની ફરિયાદસીટી બી ડીવીઝનમાં કરી છે.

ત્રણ ત્રણ લાખના ત્રણ ચેક લખાવી લીધા બાદ વધુ રકમની કરતા હતા માગણી

યુવાને ફરીયાદ કરી કે હરદેવસિંહ જાડેજાએ તેને નવ લાખ રૂપિયા માસિક 5 ટકાના વ્યાજે આપ્યા હતા. જે પૈકી કેટલીક રકમ વ્યાજ પેટે ચુકવલે છે. પરંતુ બાદ ત્રણ –ત્રણ લાખના ત્રણ ચેક લખાવી લીધેલ અને બાદ વધુ રકમની માંગણી કરેલ. જે માટે મુદતની માગ કરતા જણાવ્યુ કે ફલેટ વેચાતા પૈસા આપશે. ત્યારે ફરીયાદીના મિત્રનો ફલેટ વ્યાજખોરે પોતાને નામે કરી લીધેલો હોવાનુ ફરીયાદીએ જણાવ્યુ. જેની અંદાજે કિમત 13 લાખ થાય છે અને બાદ કુલ 18 લાખની માંગણી કરી તેમજ તેને ગાળો આપીને ધાકધમકી આપી હોવાની ફરિયાદ પણ કરી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પોલીસે ફરીયાદને આધારે આરોપીને શોધવા કવાયત શરૂ કરી છે. જામનગર જીલ્લા પોલીસે થોડા દિવસ પહેલા લોકોને અપીલ કરી હતી. ત્યાર બાદ પણ માત્ર એક યુવાને પોતાને વ્યાજખોરનો ત્રાસ ધમકી અને વધુ નાણા મેળવ્યા હોવાનુ ફરીયાદ કરી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વધુને વધુ લોકો પોલીસ સમક્ષ આવે અને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપે જેથી પોલીસ લોકો પોલિસને કડક પગલા લઈ શકે.

જામનગર પોલીસે વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને ફરિયાદ નોંધાવવા કરી અપીલ

યુવક છેલ્લા ઘણા સમયથી વ્યાજના ચક્રમાં ફસાયેલ હતો. પરંતુ પોલીસે ખાસ વ્યાજખોર સામે ડાઈવ શરૂ કરતા યુવાને ફરીયાદ કરવાની હિમત દાખવી અને વ્યાજખોરીના ચક્રમાંથી બહાર આવવા પોલીસની મદદ માંગી છે. જામનગરમાં આવા અનેક લોકો વ્યાજના ચક્રમાં ફસાયેલ છે. જેની સામે પોલીસ પગલા લેવા તૈયારી દર્શાવી છે. જો આ પ્રકારે ફરીયાદી આપે તો વધુ કેટલાક વ્યાજખોરો સામે પણ પગલા લેવાશે.

g clip-path="url(#clip0_868_265)">