જામનગરમાં રંગબેરંગી કૃતિઓનુ બે દિવસીય એક્ઝિબિશન યોજાયુ, 40 કલાકારોએ પોતાની કૃતિઓ પ્રદર્શન માટે મુકી
Jamnagar: જામનગરમાં બે દિવસીય આર્ટ એક્ઝિબિશન યોજાયુ છે. જેમા ગુજરાત અને મુંબઈના 40 કલાકારોએ તેમની રંગબેરંગી કૃતિઓ પ્રદર્શન માટે મુકી છે. કલાકારોને પ્લેટફોર્મ આપવા તેમજ પ્રોત્સાહિત કરવાના હેતુથી બે દિવસીય એક્ઝિબિશન કમ સેલનું આયોજન અનુભૂતુ ગૃપ દ્વારા કરવામાં આવ્યુ છે.
જામનગરમાં બે દિવસીય આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ગુજરાત અને મુંબઈના 40 કલાકારોએ પોતાની રંગબેરંગી કૃતિઓ પ્રદર્શન માટે મુકી છે. કલાકારોને પ્લેટફોર્મ આપવા તેમજ પ્રોત્સાહીત કરવાના હેતુથી બે દિવસીય એક્ઝીબીશન કમ સેલનુ આયોજન અનુભુતિ ગૃપ દ્રારા કરવામાં આવ્યુ છે. જામનગર શહેરના સુમેર કલમમાં ખાસ પેન્ટીંગનુ એક્ઝિબિશન કમ સેલ શનિવાર તેમજ રવિવાર બે દિવસમાં ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. અનુભુતિ ગૃપના કુલ 100 સભ્યો પૈકી 41 સભ્યો દ્રારા આ ખાસ આયોજન કરવવામાં આવ્યુ. જેમાં સંજય જાની અને આરતી ગોસ્વામી દ્રારા કલાને પ્રોત્સાહન સાથે સેવાકીય પ્રવૃતિના હેતુથી એક્ઝીબીશન યોજવામાં આવ્યુ.
કલાકારોની કલાને પ્રોત્સાહન આપવાના હેતુથી એક્ઝિબિશનનું આયોજન
ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને ત્રણ કૃતિ પસંદ પડતા તેની ખરીદી કરી હતી. કલાકારો નવરાશના સમયમાં શોખથી પોતાને આવેલા વિચારોથી રંગબેરંગી કૃતિ બનાવતા હોય છે. બનાવ્યા બાદ કયારેક તે કોઈ ખુણે પડી રહે છે. તેથી કલાકારોને પોતાની કૃતિઓ બનવવા પ્રોત્સાહન મળે. વધુ લોકો કલાને નિહાળી શકે તે માટે એક્ઝિબિશન બે દિવસીય યોજવામાં આવ્યુ. તારીખ 17 શનિવાર અને 18 રવિવાર બે દિવસીય એક્ઝિબિશન સવારે 10થી 1 અને બપોરે 3થી 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યુ. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે.
એક્ઝિબિશનમાં 500થી લઈ 10,000 સુધીની કૃતિઓનું કલેક્શન
એક્ઝિબિશનમાં તબીબ, એન્જિનીયર, વકીલ, શિક્ષક, મજુર, વિદ્યાર્થીવર્ગના કલાકારે તૈયાર કરેલ કૃતિને એક્ઝિબિશનમાં સ્થાન મળ્યુ છે. જેમાં જામનગર, મુંબઈ, રાજકોટ, મુંબઈ, મોરબી, ખંભાળિયા, દ્રારકાથી કલાકારે ભાગ લીધો છે. સૌરાષ્ટ્રભરમાંથી કલાપ્રેમીઓ આ એક્ઝિબિશનની મુલાકાત લે છે. જેમાં 500 થી લઈને 10,000 સુધીની કૃતિઓ છે. આ કૃતિઓના વેચાણથી આવેલ કુલ આવકનો 25 ટકા ભાગ બેહરા-મુંગા બાળકોની સંસ્થાને આપીને તેને મદદરૂપ થવાનું આયોજન છે. કોઈ ખાસ વિષય નહી, કોઈ ખાસ થીમ કે આકાર નહી, કલાકારોએ પોતે તૈયાર કરેલા કૃતિઓ એક્ઝિબિશનમાં મુકવામાં આવી છે.
રીવાબા જાડેજાએ એક્ઝિબિશનમાંથી પસંદ આવેલી ત્રણ કૃતિ ખરીદી
ધારાસભ્ય રીવાબા રવિન્દ્ર જાડેજાએ એક્ઝિબિશનમાં કલાકારોને પ્રોત્સાહીત કરવા માટે શકય તેટલી મદદની ખાતરી આપી. કલાકારોએ ધારાસભ્યને શહેરમાં કાયમી આર્ટ ગેલેરી બને તેવી ઈચ્છા વ્યકત કરી. જે મુદે પ્રયાસો કરીને વહેલી તકે શહેરમાં આર્ટ ગેલેરી બનાવવાનુ આશ્વાસન આપ્યુ. એક્ઝિબિશનમાં આવેલા મહેમાનોને તુલસીના છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા.
આ પણ વાંચો: Jamnagar: મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત, 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો