લમ્પીથી અસરગ્રસ્ત 50,328 પશુઓને સારવાર અપાઈ: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

|

Jul 30, 2022 | 6:49 PM

કૃષિ તથા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું હતું કે રાજયના 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા, અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે.

લમ્પીથી અસરગ્રસ્ત 50,328 પશુઓને સારવાર અપાઈ: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
Raghavji Patel krishi mantri at Jamnagar

Follow us on

રાજ્યમાં લમ્પી (Lumpy) વાયરસે જે ભરડો લીધો છે ત્યારે હવે પશુઓની (Cattle) સારવાર માટે તંત્રનો ધમધમાટ વધી ગયો છે અને વધારે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યા છે. કૃષિ તથા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji  Patel) જણાવ્યું હતું કે રાજયના 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા. અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે. કૃષિ અને પશુપાલન રાઘવજી ભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગનાં લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપીને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. એટલે પશુપાલકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે તૈનાત છે.

કૃષિ અને પશુપાલન મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ,  ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે,અત્યાર સુધી રાજયમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તેમણે ઉમેર્યું કે, રાજયમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા માટે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજય મંત્રી દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગામ ફુલઝર અને રેશમિયા, અને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ની સ્થળ મુલાકાત લીધી છે અને રોગના ઝડપી નિયંત્રણ માટે સ્થાનિક તંત્રને જરૂરી સુચનો કર્યા હતા. કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી દ્વારા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની કામગીરીનાં સ્થળ નિરિક્ષણ માટે જામનગરની વચ્છરાજ ગૌશાળા, વિભાપર અને માં-દર્શન ગૌ શાળા,દરેડની મુલાકાત લીધી છે.

વિથ ઇનપુટ્ઃ દિવ્યેશ વાયડા, જામનગર

Published On - 6:46 pm, Sat, 30 July 22

Next Article