JAMNAGAR: મહાનગર પાલિકાની સભામાં વિપક્ષે શાસકોની બોલતી બંધ કરી, સત્તા પક્ષ પાસે જવાબ ન હોવાથી બંન્ને વચ્ચે હુસાતુસી થઈ

|

Jan 18, 2022 | 4:34 PM

જામનગર મહાનગર પાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. બેઠકમાં સફાઈ કામદારો, રોજદારો, શહેરની સફાઈ, કોન્ટ્રાકટરને અપાતી વધુ છુટછાટ, સેટઅપ, ફાયર એનઓસી, વિકાસના કાર્યો મુદ્દે વિપક્ષ દ્વારા પ્રશ્નોની સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા.

JAMNAGAR: મહાનગર પાલિકાની સભામાં વિપક્ષે શાસકોની બોલતી બંધ કરી, સત્તા પક્ષ પાસે જવાબ ન હોવાથી બંન્ને વચ્ચે હુસાતુસી થઈ
Locals formed a human chain around the mayor's car and joined hands with the mayor to sue the company.

Follow us on

જામનગર મહાનગરપાલિકા (Municipal corporation) માં વિપક્ષ (Opposition) ના નેતાની વરણી બાદ પ્રથમ વખત મળનાર સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સફાઈ કામદારો, રોજદારો, શહેરની સફાઈ, કોન્ટ્રાકટરને અપાતી વધુ છુટછાટ, સેટઅપ, ફાયર ઓનઓસી, વિકાસના કાર્ય સહીતના મુદાઓ પર સવાલો સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યારે શાસકો વિપક્ષના આક્ષેપો નકારી શહેરમાં વિકાસ થતો હોવાનું જણાવ્યુ હતું. સાથે કોન્ટ્રાકટર કંપની સામે મળતી ફરીયાદ અંગે કોઈ પણ પગલા ના લેવાનું સ્પષ્ટ કર્યુ.

સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર (Corporator) રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીને અનોખો વિરોધ વ્યકત કર્યો હતો. નવાગામ વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી કંપની સામે વિરોધ વ્યકત કર્યો હતો. ચહેરા અને હાથ પર લખાણ લખીને તંત્ર સામે રોષ ઠાલવ્યો. કંપની અને તેની કામગીરી સારી હોવાથી તેનો વિરોધ નહી પરંતુ રહેણાક વિસ્તારથી દુર બને આ માટે જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી. કંપની પાસે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી ના હોવાનુ જણાવ્યુ.

જોકે મેયર બીનાબેન કોઠારી બચાવ પક્ષની ભુમિકા જોવા મળતા બંન્ને વચ્ચે હુસાતુસી થઈ હતી. સામાન્ય સભા બાદ સ્થાનિકોએ મેયરની કાર ફરતે માનવસાંકળ રચીને તેમજ મેયરને હાથ જોડીને કંપની સામે કાર્યવાહી કરવા રજુઆત કરી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

લાંબા સમય બાદ વિપક્ષના નેતાની વરણી થયા બાદનુ પ્રથમ સામાન્ય સભામાં વિપક્ષના નેતા આક્રમતા સાથે જોવા મળ્યા. સવાલો સાથે શાસકો પર આક્ષેપો વિપક્ષના સભ્યો દ્રારા કરવામાં આવ્યા હતા. જેમાં મહાનગર પાલિકાની સેટઅપ મુજબ ભરતી ન થતી હોવાનો આક્ષેપ કર્યો. સાથે શહેરમાં વિસ્તાર મુજબ પુરતા સફાઈ કામદારો નથી અને જે સોસાયટીને સફાઈ માટેની ગ્રાન્ટ આપવામાં આવે ત્યાં કોઈ પણ પ્રકારની ચકાસણી થતી નથી.

આ ઉપરાંત સામાન્ય સભાના વિપક્ષ સભ્યો દ્રારા વેસ્ટ એનર્જી કંપની વિરોધ વ્યકત કરાયો. ભુર્ગભ ગટરના કામગીરી અંગે સવાલો કરાયા, ફાયર સેફટી માટે ઢીંલાસ હોવાનો આક્ષેપ થયા, તો સામાન્ય સભામાં વિકાસના કોઈ એજન્ડા ના હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા.

તો સામા પક્ષે શાસકો પણ બચાવ પક્ષની ભુમિકા નિભાવી હતી. વેસ્ટ ટુ એનર્જી કંપની મુદે અગાઉ રજુઆત કરી હતી. જે બાદ હાલ કંપની હોવાથી આ મુદાને રાજકીય મુદો બનાવતા હોવાનો પ્રતિઆક્ષેપ વોર્ડ નંબર ચારના કોર્પોરેટર પૃથ્વીરાજસિંહ ઝાલાએ કર્યો. તો છેલ્લા કેટલા દિવસથી શહેરમાં ડોરટુડોર કલેકશન કરનાર કોન્ટ્રાન્ટ કંપની સામે તેના કામદારોએ હળતાલ કરતા કચરાનુ કલેકશન ના થતુ હોવાથી કોન્ટ્રાન્ટર કંપની સામે પગલા લેવાની વિપક્ષની માંગને મેયર ફગાવી. કંપનીનો બચાવ કરતા જણાવ્યુ કે કામદારોની માંગણી પુરી કરીને ફરી કામ શરૂ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં ગર્ભ પરીક્ષણનું કૌંભાડ ઝડપાયું, રાતના સમયે ચૂપચાપ કરાતું હતું પરિક્ષણ

આ પણ વાંચોઃ ગુજરાતના 35 IAS-IPS અધિકારીઓને 5 રાજ્યમાં ચૂંટણીની જવાબદારી સોંપાઇ

Next Article