JAMNAGAR NEWS : કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શનો, ક્રિકેટ એસોસિયેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

|

Jul 11, 2021 | 7:55 PM

વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ હતી. તો કોંગ્રેસ દ્વારા શહેરમાં મોંઘવારીના વિરોધમાં પ્રદર્શનો યોજાયા હતા. જેમાં કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે ચકમક થઇ હતી.

JAMNAGAR NEWS : કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શનો, ક્રિકેટ એસોસિયેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન
JAMNAGAR NEWS

Follow us on

JAMNAGAR NEWS :  વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવ્યા છે. સાથે જ જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

jamnagar_railway_meeting

જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસોથી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશનથી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ.

મોંઘવારી મુદે રસ્તા પર દેખાવ કરતી કોંગ્રેસને પોલીસે દેખાડયો રંગ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

congress_virodh

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અલગ-અલગ વોર્ડમાં મોંઘવારીનો અનોખો રીતે વિરોધ વ્યકત કરવામાં આવે છે. કયારેક નાટક, તો બેનરો સાથે આજે મોંધવારી મુદે ગેસના બાટલા, બાઈકની નનામી કાઢી વિરોધ વ્યકત કર્યો હતો. શહેરના વોર્ડ નંબર 12 માં માંડવી ટાવર નજીક વિરોધ કરતી વખતે પોલીસ કર્મચારી અને શહેર પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી.

જામનગર ક્રિકેટ એસોશિયેશન દ્વારા કોરોના વોરિયર્સનુ સન્માન

In honor of Corono Warriors

કોરોનીની બીજી લહેરમાં લોકોને ઘરબેઠા માહિતી માર્ગદર્શન અને તબીબી સારવાર જામનગરના 50 જેટલા યુવાનો આપી હતી. તેમજ આ સ્વયંશકિત ગ્રુપના યુવાનોએ ત્રીજી લહેર પહેલા 400થી વધુ ગામમાં રેકી કરીને તેવી સ્થિતીમાં સક્રિય કામગીરી થઈ શકે લોકોને મદદરૂપ થવાનું હાલથી આયોજન કર્યુ છે. સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિ બદલ જામનગર ક્રિકેટ એસોશિયેશન દ્રારા સ્વયંશકિત ગ્રુપના 50 યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોના અપડેટ-
જામનગર જીલ્લામાં કોરોના મરણપથારી હોય તેવી સ્થિતી જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી સિંગલ ડીઝીટમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં એક અને શહેર વિસ્તારમાં એક એમ કુલ માત્ર બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

વરસાદ અપડેટ-

જામનગર જીલ્લામાં શનિવારે વરસાદી વાતાવરણ બંધાયું હતું. તો જામજોધપુર અને કાલાવડ પંથકમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. રવિવાર દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી લોકો પરેશાન થયા. રવિવારની સાંજે 4 થી 6 વચ્ચે બે કલાકમાં જામજોધપુર પંથકમાં ઈંચ વરસાદ નોંધાયો છે. બે દિવસથી જામજોધપુર તાલુકામાં થયેલા વાવણીલાયક વરસાદ થથા ખેડુતો ખુશખુશાલ થયા છે. જોકે શનિવારે લાલપુર તાલુકાના ખડબા ગામમાં બે બળદ અને એક વ્યકિતનું મોત થયું હતું.

Next Article