jamnagar: જામનગર મનપાએ કરોડો રૂપિયા ખર્ચીને કરોડો રૂપિયાની કરી બચત, જાણો કેવી રીતે

|

Jul 20, 2021 | 2:09 PM

શહેરમાં સોડીયમ લેમ્પ(Sodium Lamp))ને બદલી 24000 એલઈડી લાઈટ રાખવામાં આવી. વીજબચત અને લેમ્પનો કે રીપેરીંગ ખર્ચ ઓછો કરવાના હેતુથી એલઈડી પ્રોજેકટને અમલી કર્યો

jamnagar: જામનગર મનપાએ કરોડો રૂપિયા ખર્ચીને કરોડો રૂપિયાની કરી બચત, જાણો કેવી રીતે
Jamnagar Municipal Corporation has saved crores of rupees by spending crores of rupees, find out how

Follow us on

jamnagar:  જામનગર મહાનગર પાલિકા (jamnagar Municiple Corporation) સ્ટ્રીટ લાઈટમાં એલઈડી લાઈટ (LED Light) થોડા વર્ષો પહેલા નાખી હતી. જેનુ વાર્ષિક ભાડુ ના ચુકવવુ પડે તે માટે તે સ્ટ્રીટલાઈટ(Street Light)ને માલિકી હકથી ખરીદી કરી. જેનાથી 8 વર્ષના ભાડાની બચત કરી. જામનગર મહાનગર પાલિકા દ્રારા 2015માં એલઈડી સ્ટ્રીટ લાઈટ પ્રોજેકટ અમલી કરાયો. જેનુ કામ 2016માં પુર્ણ થયુ હતુ.

શહેરમાં સોડીયમ લેમ્પ(Sodium Lamp))ને બદલી 24000 એલઈડી લાઈટ રાખવામાં આવી. વીજબચત અને લેમ્પનો કે રીપેરીંગ ખર્ચ ઓછો કરવાના હેતુથી એલઈડી પ્રોજેકટને અમલી કર્યો. જે પ્રોજેકટને સ્કોચ ઓડર સંસ્થા દ્રારા 2016માં દેશના ટોપ 100 પ્રોજેકટમાં સ્થાન મળતા એવોર્ડ જામનગર મહાનગર પાલિકાને આ પ્રોજેકટ માટે એવોર્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવેલ.

શહેરની હદ વધતા અને વધુ સ્ટ્રીટ લાઈટોની જરૂરીયાત ઉભી થતા શહેરમાં 24000થી એલઈડી લાઈટ 29980 સુધી પહોચી. તેમજ 8051 સ્ટ્રીટ લાઈટ નગરસીમ વિસ્તારમાં લગાવવામાં આવી. સાથે કોન્ટ્રાકટર ખાનગી કંપની દ્રારા ધાર્મિક જાહેર સ્થળો પર સેવાકીય હેતુથી 1517 જેટલી સ્ટ્રીટ લાઈટ નાખી. ખાનગી કંપની સાથે 10 વર્ષ સુધીના કરાર મુજબ તેને માસિક ભાડા અને વીજળી બચત પેટે અંદાજીત 25 લાખ અને મેન્ટેન્નસ ખર્ચ પેટે 15 લાખનો ખર્ચ થતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વહીવટી મંજુરી બાદ ફેબ્રુઆરી 2021માં તમામ સ્ટ્રીટ લાઈટનો જામનગર મહાનગર પાલિકા દ્રારા ખાનગી કંપની પાસેથી માલિકી હકથી કુલ રૂપિયા 5.74 કરોડના ખર્ચે ખરીદી કરી. જેનાથી ભાડુના ચુકવીને 5 વર્ષમાં અંદાજીત રૂ. 9 કરોડથી વધુ ની બચત મહાનગર પાલિકા દ્રારા થઈ હોવાનુ અનુમાન છે. શહેરમાં કુલ 38031 જેટલી સ્ટ્રીટ લાઈટ પર એલઈડી લાઈટ નાખવામાં આવી છે.

પરંતુ નવા વિકાસતા વિસ્તારો અને અન્ય કારણે આજે અંદાજીત 2500 થી વધુ સ્ટ્રીટ લાઈટની માંગ છે. આટલી સ્ટ્રીટ લાઈટો પૈકી દૈનિક સરેરાશ 150 જેટલી ફરીયાદ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની મહાનગર પાલિકાના ચોપડે નોંધાય છે. જો વરસાદી મૌસમમાં તે ફરીયાદો દૈનિક અંદાજીત 300થી 400 જેટલી થતી હોય છે. લોકો જામનગર મહાનગર પાલિકાની એપ્લીકેશન કે ઓનલાઈન સ્ટ્રીટ લાઈટની ફરીયાદ નોંધાવી શકે છે. પરંતુ ફરીયાદની સાથે પુરૂ નામ, થાંભલા નંબર, વિસ્તાર સ્પષ્ટ નોંધાવવા મહાનગર પાલિકાની લાઈટ શાખાના ડેપ્યુટી ઈજનેર રૂષભ મહેતાએ અપીલ કરી છે. જેથી સ્ટ્રીટ લાઈટની ફરીયાદનો ઉકેલ ઝડપી થઈ શકે.

Next Article