JAMNAGAR : ગૌમાતાને 31 જેટલા ગૌચારાનો અન્નકોટ, ભક્તોએ લીધો લાભ

|

Jul 13, 2021 | 2:53 PM

જામનગરના હાપામાં જલારામ મંદિરમાં ગૌચારાનો અન્નકોટના દર્શના લાભ ગૌભક્તોએ લીધો.

JAMNAGAR : ગૌમાતાને 31 જેટલા ગૌચારાનો અન્નકોટ, ભક્તોએ લીધો લાભ
Gaumata will have 21 Gauchara food coats

Follow us on

JAMNAGAR : જામનગરના હાપામાં જલારામ મંદિરમાં ગૌચારાનો અન્નકોટના દર્શના લાભ ગૌભક્તોએ લીધો. મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ગાયો માટે અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને સૌપ્રથમ વખત ગૌચારાના અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ગૌમાતાને મકાઈ- જુવાર- ગદબ ઉપરાંત ફળો- શાકભાજી સહિત 31 જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યા. જેના મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો.

ભગવાન, માતાજીના અન્નકોટ દરેક દેવસ્થાનો હોય છે. પરંતુ ગૌમાતા માટેનો અન્નકોટ જામનગર નજીક હાપા જલારામ મંદિર પ્રથમ વખત કરવામાં આવ્યો.ગાયને માતાનુ અને ભગવાનનુ સ્વરૂપ માનવામાં આવે છે, તેનો ખોરાકને પણ અન્નકોટ કરવાનો ખ્યાલ ગૌભક્તોમાં આવ્યો. તેથી ગાયને ખોરાકને અન્નકુટ કરવામાં આવ્યો.

મંગળા વિઠલેશ ગૌશાળામાં જલારામ સેવા ટ્રસ્ટ- હાપા તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર દ્વારા અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને ૩૧ જેટલા વિવિધ પ્રકારના ગૌચારાના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8.30 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગૌચારાના અન્નકૂટના દર્શન રખાયા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Gaumata will have 21 Gauchara food coats

ગૌચારાના અન્નકુટમાં જુદી જુદી ૩૧ જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ રખાયો છે. જેમાં જુવાર, મકાઈ,ગદબ, ઘઉંના લોટના લાડુ, ખોળ, કપાસિયા, દૂધી- ફૂલાવર- કોબીજ સહિત લીલા શાકભાજી ઉપરાંત કેળા- સફરજન- ચીકુ સહિતના ફળો વગેરે મળી ૩૧ જેટલી ખાદ્ય સામગ્રીઓ રાખવામાં આવી છે. જે અન્નકુટનો પ્રસાદ ગૌમાતાને આપવામાં આવ્યો.

Published On - 2:52 pm, Tue, 13 July 21

Next Article