AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક VIDEO વાયરલ

જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે. ભાજપના મહિલા કોર્પોરેટરે આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસમાં રીતસરની લાકડીવાળી કરી હતી. મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા છેલ્લા ઘણા સમયથી રેકડી અને નાના પાથરણાવાળાઓના પ્રશ્નોને લઈને રોકાણ વિભાગ સામે વિરોધ કરી રહ્યા છે. આ પણ વાંચોઃ અંક્લેશ્વરમાં લુખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવી રહ્યા હોવાનો […]

જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક VIDEO વાયરલ
Follow Us:
| Updated on: Jun 15, 2019 | 12:38 PM

જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરનો રણચંડી સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે. ભાજપના મહિલા કોર્પોરેટરે આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસમાં રીતસરની લાકડીવાળી કરી હતી. મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા છેલ્લા ઘણા સમયથી રેકડી અને નાના પાથરણાવાળાઓના પ્રશ્નોને લઈને રોકાણ વિભાગ સામે વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અંક્લેશ્વરમાં લુખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવી રહ્યા હોવાનો VIDEO વાઈરલ

સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોકાણ વિભાગ તળાવની પાળ વિસ્તારમાં આવેલા નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ કરવા ગયેલા મહિલા કોર્પોરેટર લાકડી સાથે આસિસ્ટન્ટ કમિશનરની કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં ઉગ્ર રજૂઆત કર્યા બાદ મહિલા કોર્પોરેટરે કચેરીમાં રહેલી ફાઈલો પર લાકડી વિંઝવાનું શરૂ કરી દીધુ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહિલા કોર્પોરેટરે લાકડી વડે ફાઈલો ફગોળતીવખતે રેકડીવાળાઓને કેમ હેરાન કરો છો, જેવા શબ્દો ઉચ્ચારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. બાદમાં કમિશનર સતિષ પટેલે મહિલા કોર્પોરેટરને તેમના પ્રશ્નોનો યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે હૈયાધારણા આપી તેમને શાંત પાડ્યા હતા. જો કે મહિલા કોર્પોરેટરની દંબગાઈ સ્ટાઈલથી લાકડી વિંઝવાની ઘટનાથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">